ભરૂચના ઔદ્યોગિક વિકાસને લાગશે પાંખો: PM નરેન્દ્ર મોદી ₹ 894 કરોડથી વધુના 6 મોટા GIDC પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચમાં ₹894 કરોડના 6 મોટા GIDC પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ્સથી ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થશે અને રોજગારીની નવી તકો સર્જાશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 04 Jun 2026 08:20 AM (IST)Updated: Thu, 04 Jun 2026 08:20 AM (IST)
pm-modi-bharuch-visit-gidc-projects-inauguration

Bharuch News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂને ગુજરાતની મુલાકાત દરમિયાન ભરૂચ જિલ્લાને એક મોટી આર્થિક અને ઔદ્યોગિક ભેટ આપવા જઈ રહ્યા છે. પીએમ મોદી ભરૂચ જિલ્લામાં ₹894 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા છ મહત્વપૂર્ણ GIDC (ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ) પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ્સના કારણે દહેજ, જંબુસર, પાનોલી અને અંકલેશ્વર જેવા અગ્રણી ઔદ્યોગિક વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ વધુ મજબૂત બનશે અને પર્યાવરણ વ્યવસ્થાપન ક્ષેત્રે મોટો સુધારો જોવા મળશે.

naidunia_image

સુવા ખાતે 30 MLD પમ્પીંગ સ્ટેશન

પર્યાવરણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવતા મુખ્ય પ્રોજેક્ટ્સ:

  • દહેજ PCPIR પાઇપલાઇન (₹474.61 કરોડ): સાયખા પમ્પિંગ સ્ટેશનથી દહેજના લેન્ડફોલ પોઇન્ટ સુધી 90 MLD ક્ષમતાની ઑફશોર અને ઑનશોર એફ્લુઅન્ટ નિકાલ પાઇપલાઇનનું નિર્માણ કરાયું છે. તેનાથી પ્રદૂષિત પાણીનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થઈ શકશે.
  • ⁠જંબુસર બલ્ક ડ્રગ પાર્ક (₹274.96 કરોડ): ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોને વેગ આપવા માટે અહીં રોડ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ નેટવર્ક અને સેન્ટ્રલ ડ્રેન જેવી અત્યાધુનિક આંતરમાળખાકીય સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે.
  • ⁠દહેજ-2 ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન: અહિં 30 MLD ક્ષમતાનું નવું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન શરૂ કરાશે, જે ઔદ્યોગિક એફ્લુઅન્ટ વહન નેટવર્કને વધુ કાર્યક્ષમ બનાવશે.

પાનોલી, અંકલેશ્વર અને દહેજ-1નું અપગ્રેડેશન:

naidunia_image

Sarigam CETP

પાનોલી વિસ્તરણ ઔદ્યોગિક વસાહતમાં ઉદ્યોગો માટે ફ્લેક્સિબલ રોડ પેવમેન્ટ, ક્રોસ ડ્રેનેજ, પાણી પુરવઠા નેટવર્ક, કમ્પાઉન્ડ વોલ, સ્ટ્રીટ લાઇટ અને વૃક્ષારોપણ જેવી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. જ્યારે અંકલેશ્વર ખાતે એફ્લુઅન્ટ ટ્રાન્સમિશન માટે ઇન્ટરમીડિયેટ બૂસ્ટર પમ્પિંગ સ્ટેશન કાર્યરત કરાશે, જે પર્યાવરણીય ધોરણોના પાલનમાં મદદ કરશે. આ ઉપરાંત, દહેજ-1 વસાહતમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે 'નેચરલ ડ્રેઇન-2'નું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે.

naidunia_image

90 MLD ડીપ-સી પ્રોજેક્ટ

રોકાણ અને રોજગારીની નવી તકો સર્જાશે:

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તમામ પ્રોજેક્ટ્સ માત્ર ભરૂચ જિલ્લાના જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપશે. આ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી વૈશ્વિક સ્તરે રોકાણકારો આકર્ષાશે, જેના પરિણામે સ્થાનિક સ્તરે રોજગારીની હજારો નવી તકોનું સર્જન થશે. ભરૂચ આગામી સમયમાં ગ્રીન અને સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રિયલ હબ તરીકે ઉભરી આવશે.