અંકલેશ્વર:
અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પિતા-પુત્રીના સબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બંને પત્નીના મોત બાદ 55 વર્ષીય હવસખોર પિતાએ પોતાની સગીર વયની પુત્રીને જ પોતાની હવસનો શિકાર બનાવી છે. નરાધમ બાપ સગીર પુત્રીને ધાક ધમકી આપી સતત એક વર્ષ સુધી તેનો દેહ ચૂંથતો હતો. પિતાની કરતૂત સામે આવતા લોકો તેના ઉપર ફીટકાર વરસાવી રહયાં છે અને સમગ્ર મામલે મોટી પુત્રીએ નરાધમ પિતા વિરુદ્ધ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે પુત્રીની ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં હવસખોર પિતાની ધરપકડ કરી કાયેદેસરની કર્યવાહી હાથધરી હતી
હવસખોર પિતાની હેવાનિયતથી ત્રાસી ગયેલી 14 વર્ષીય સગીરાએ તેના 17 વર્ષીય ભાઈને દુષ્કર્મ અંગે જાણ કરી હતી. જે બાદ સગીરા અને તેના ભાઈએ હિંમત કરી નરાધમ પિતાની હવસ અંગે પોતાની મામીને જાણ કરતા મામીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી પિતાની હવસનો શિકાર બનેલ સગીરાની મોટી બહેનને જાણ થતા મોટી પુત્રીએ જ હવસખોર પિતા વિરૂદ્ધ અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અંકલેશ્વર GIDC પોલીસે નરાધમ પિતા વિરુદ્ધ કલમ 376 અને પોસ્કો હેઠળ ગુનો નોંધી હવખોર પિતાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરી ગણતરીના કલાકોમાં જ હવસખોર પિતા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.