Gujarat Gram Panchayat Election 2025: અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની ફતેપુરા ગ્રામ પંચાયત સમરસ બની છે, જે વિભાજન બાદની તેની પ્રથમ ચૂંટણી હતી. આ એક ઐતિહાસિક ઘટના છે. કોકિલાબેન નવલસિંહ પરમારને ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.
ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ અગાઉ કરેલી જાહેરાત મુજબ, સમરસ બનેલી પંચાયતને વિકાસના કામો માટે રુ. 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપશે. અત્યાર સુધીમાં બાયડ તાલુકાની કુલ 4 ગ્રામ પંચાયતો સમરસ બની છે, જેમાં રૂપનગર, માનપુર, છાપરિયા અને ફતેપુરા ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, બાયડ વિધાનસભામાં ત્રણ પંચાયતો સમરસ્ત થઈ અને એક આ ચોથી ફતેપુરા પંચાયતએ પણ આજે સમરસ થવા થઈ જઈ રહી છે. તમામ સભ્યો અને ઉમેદવાર સાથે આખું ગામ ફતેપુરા પંચાયતના તમામ નાગરિકો અહીંયા ઉપસ્થિત છે. ફરીથી મહિલા ઉમેદવાર તરીકે આ ચારમાંથી ત્રણ મહિલા સરપંચની નિયુક્તિ સમરસ થઈ અને બિનહરીફ થઈ છે. તેમને અભિનંદન પાઠવું છું. સાથે સાથે તમામ બીજી બાકી રહેલી પંચાયતોને પણ સમય ખૂબ નજીક છે. સમય પણ છે તમારી પાસે જેટલા લોકો ઉમેદવારી પત્રો ભરેલા છે અને એમને પણ વિનંતી કરું છું કે તમે સમરસ કરો.
તેમણે જણાવ્યું કે, આજે આનંદની વાત એ છે કે બાયડ તાલુકામાંથી ચાર પંચાયતો સમરસ થઈ છે. સાથે સાથે આ ચારેય પંચાયતોને 10 લાખ રૂપિયાની જે સહાય આપવાની વાત છે. ધારાસભ્યની ગ્રાન્ટમાંથી હું ચોક્કસથી એમને આપવાનો છું અને એનાથી પણ વધુ મદદ કરવાની જે વાત હશે. તો એમાં ચોક્કસથી આપણે મદદ પણ કરીશું સાથે સાથે સરકાર તરફથી મળતી જે પણ સહાય છે. એ સહાય મહિલા સરપંચને ચોક્કસથી મળશે. તમામ નાગરિકો સરપંચ સભ્યો અને તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું અને એમનો આભાર માનું છું કે સમરસ્તાના વિકાસ તરફ એક પહેલ અને પગુ આગળ વધ્યા છે તે બદલ તમામ નાગરિકોનો આભાર માનું છું.
