Modasa: મોડાસા હાઈવે પર બુલેટ બાઇક લઈને ઊભેલા દંપતી પર ગાયે હુમલો કર્યો, ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલા સારવાર હેઠળ

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Tue, 18 Jun 2024 04:42 PM (IST)Updated: Tue, 18 Jun 2024 06:38 PM (IST)
aravalli-news-couple-on-modasa-highway-attacked-by-cow-woman-seriously-injured-and-undergoing-treatment

Modasa News: છેલ્લાં કેટલાક દિવસથી રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં રખડતા ઢોરના આતંકની ઘટના સામે આવી રહી છે. એવામાં અરવલ્લીના મોડાસામાં બુલેટ બાઇક પર સવાર દંપતી પર ગાયે અચાનક હુમલો કર્યો હતો. ગાયથી બચવા માટે મહિલા રોડ પર દોડી હતી. મહિલા રોડ પર પટકાઈ જતાં ગાયે તેના પર હુમલો કર્યો હતો. મહત્ત્વનું છે કે, આ ઘટનામાં મહિલાનો બચાવ થયો છે અને તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, મોડાસાના બાયપાસ રોડ પર બુલેટ પર સવાર દંપતી ઊભું હતું. ત્યારે અચાનક પાછળથી ગાય આવી અને દંપતી પર હુમલો કર્યો છે. આ દરમિયાન મહિલા ત્યાંથી ભાગી ગઈ હતી. આ પછી મહિલા રોડ પર પટકાતા ગાયે તેના પર ફરી હુમલો કર્યો હતો. આ જોઈ નજીકમાં પેટ્રોલપંપના કર્મી દોડી આવ્યા હતા અને લાકડીથી ગાયને ભગાડી મહિલાને બચાવી હતી. આ પછી મહિલાને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી.