Anand: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાય છે. ત્યારે વધુ એક દારૂ પાર્ટીમાં પોલીસે દરોડો પાડી કુલ 26 લોકોને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી મુજબ, આંકલાવ પોલીસે બાતમીના આધારે શનિવાર રાત્રિના સમયે ભાણપુરા સ્થિત સ્વપ્ન ભૂમિ સાઈટ પર આવેલા વીરકૃપા હાઉસ નંબર 24માં દરોડો પાડીને કુલ 26 નબીરાઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા મોટાભાગના તમામ વડોદરાના વેપારીઓ-કોન્ટ્રકટર તેમજ નોકરિયાત મિત્રો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસને માહિતી મળી હતી કે, આંકલાવના ભાણપુરા ગામે આવેલા સ્વપ્નભુમિ ફાર્મ હાઉસની સાઈટ પર આવેલા વીરકૃપા ફાર્મ નં. 24માં કેટલાક લોકો ભેગા મળીને દારૂની મહેફિલ કરી રહ્યા છે. પોલીસ પંચોને સાથે રાખીને સ્થળ પર પહોંચી હતી. જ્યાં તેઓ વાહનો થોડે દૂર પાર્ક કરીને ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતા. ફાર્મ હાઉસના કમ્પાઉન્ડમાં 6 કાર પાર્ક કરી હતી. અચાનક સિવિલ અને પોલીસ ડ્રેસમાં જોઈને નબીરાઓના હોંશ ઉડી ગયા હતા.
પોલીસે તમામને કોર્ડન કરીને ત્યાં જ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, આ પાર્ટીનું આયોજન વડોદરાના મિત્ર પિન્ટુભાઈના ફાર્મ હાઉસમાં કર્યું, પોલીસે વીરકૃપા ફાર્મ હાઉસના માલિકને વોન્ટેડ જાહેર કરી તમામની પ્રોહિબિશનની કલમ હેઠળ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ફાર્મ હાઉસ પરથી ઝડપાયેલા 26 નબીરાઓ અને ફાર્મ હાઉસનો માલિક
- પિન્ટુભાઈ, વડોદરા (ફાર્મ હાઉસનો માલિક, વોન્ટેડ)
- હિતેશ સુરેશ જોશી, રહે, માંજલપુર, વડોદરા
- પ્રજ્ઞેશ અશોક દરજી, રહે માંજલપુર, વડોદરા
- ઐલેષ મનુ પટેલ, રહે. અકોટા, વડોદરા
- ભુષણ બાલકૃષ્ણ જાધવ, રહે. પોલો ગ્રાઉન્ડ, વડોદરા
- કલ્પન જયંતકુમાર પટેલ, માંજલપુર, વડોદરા
- નારાયણ કનુ સોલંકી, નવાપુરા, વડોદરા
- દિપક મહેન્દ્ર ઠક્કર, વડોદરા
- આશિષ આનંદરાવ બોડકર વડોદરા
- મિતેષ દિનેશચંદ્ર શાહ, વડોદરા
- પ્રવિણ દેવદાસ મોરે, વડોદરા
- કેતન કનૈયાલાલ ખારવા, વડોદરા
- મહેશ કનૈયાલાલ કહાર, વડોદરા
- રાજેશ મહેન્દ્ર શાહ, વડોદરા
- જયેશ બિપિનચંદ્ર ખત્રી, વડોદરા
- જીતેન્દ્ર રાજેન્દ્ર ખારવા, વડોદરા
- દીનકર બાલકૃષ્ણ ખત્રી, વડોદરા
- રાકેશ જગદીશચંદ્ર ચૌહાણ, વડોદરા
- કેતન હુકમચન્દ્ર શાહ, વડોદરા
- કલ્પેશ ગિરીશ શાહ, વડોદરા
- નયન મહેન્દ્ર રાજપુત, વડોદરા
- પ્રજ્ઞેશ પ્રવિણકુમાર હિંગુ, વડોદરા
- નંદકુમાર સીતારામ પવાર, વડોદરા
- રાજેશ શશીકાંત પિસોડકર વડોદરા
- દર્શન જયદેવભાઈ રાવ, વડોદરા
- મધુસુદન વિલ્લભાઈ ગાંધી, વડોદરા
- રવિકાન્ત શિવરામભાઈ કહાર રહે. વડોદરા શહેર
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
