Anand News: નવાખલ બાળકીની ક્રૂર હત્યાનો મામલોઃ પોલીસ અધિકારીએ એવું તે શું કહ્યું કે આરોપી એકાએક લગંડાતો ચાલવા લાગ્યો

આરોપીને જ્યારે રિક્સ્ટ્ર્ક્શન માટે લોક અપમાંથી બહાર કાઢવામાં આવે છે ત્યારે ચારથી પાંચ પોલીસકર્મીઓની હાજરીમાં તે લોકઅપમાંથી સરખો ચાલતો બહાર આવે છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 04 Sep 2025 05:19 PM (IST)Updated: Thu 04 Sep 2025 05:19 PM (IST)
anand-news-nawakhal-murder-case-accused-walks-limp-after-police-officers-remark-597393

Anand News: આણંદ જિલ્લાના આંકલાવના નવાખલમાં એક પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેના ચાર દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આરોપીને સાથે રાખીની ઘટનાનું રિક્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જે સમયનો એક વીડિયો સોશિયલ મીડિયામાં અને વિવિધ માધ્યમોમાં ફરતો થયો છે. જેમાં આરોપીને લોક અપમાંથી બહાર લાવવામાં આવે છે ત્યારે તે સીધો ચાલતો હોય છે પરંતુ એ જ સમયે પીએસઆઇ ત્યાં આવે છે અને કશુંક કહે છે. ત્યારબાદ આરોપી લગંડાતો ચાલવા લાગે છે. જેને લઇને અનેક સવાલોએ ચર્ચા જગાવી છે. આ મામલે હજી સુધી પીએસઆઇ કે પોલીસ તરફથી કોઇ નિવેદન સામે આવ્યું નથી.

બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્ય કર્યાની આરોપીની કબૂલાત

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ગત શનિવારના રોજ નવાખલ ગામની એક 5 વર્ષીય બાળકી ગુમ થઇ ગઇ હતી. જેની શોધખોળ ચાલી રહી હતી. તે દરમિયાન બાળકી એક શંકાસ્પદ વ્યક્તિ સાથે બાઇક પર જતી જોવા મળી હતી. એ શકમંદ વ્યક્તિ અજય પઢિયારની અટકાયત કરવામાં આવી હતી અને તેની પૂછપરછ કરતા તેણે નદીમાં બાળકીને ફેંકી દીધી હોવાની કબૂલાત કરી હતી. જેના પગલે બાળકીની નદીમાં શોધખોળ આદરવામાં આવી હતી. 68 કલાકથી વધુનો સમય વિત્યા બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.

રિક્સ્ટ્ર્કશન સમયનો વીડિયો ફરતો થયો

આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવતા આરોપીએ દુષ્કર્મ ગુજારી બાળકીનું ગળુ દબાવી હત્યા કરી મીની નદીમાં ફેંકી દીધી હોવાની કબુલાત કરી હતી. આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની કલમો ઉમેરી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં પોલીસ દ્વારા રિમાન્ડની માગણી કરાતા ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. રિમાન્ડ દરમિયાન આરોપીને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકસ્ટ્ર્ક્શન કર્યું હતું. એ સમયનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.

લોકોમાં રોષ જોવા મળ્યો

આરોપીને જ્યારે રિક્સ્ટ્ર્ક્શન માટે લોક અપમાંથી બહાર કાઢવામાં આવે છે ત્યારે ચારથી પાંચ પોલીસકર્મીઓની હાજરીમાં તે લોકઅપમાંથી સરખો ચાલતો બહાર આવે છે. એ જ સમયે પીએસઆઇ વાળા ત્યાં આવી પહોંચે છે અને આરોપી નજીક જઇને કંઇક કહે છે અને જતા રહે છે. તુરંત જ આરોપી લંગડાતો-લગંડાતો ચાલવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા અને અન્ય સમાચાર માધ્યમોમાં ફરતા થયાં છે. વીડિયો બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.