Anand: વોટ્સઅપમાં પત્નીના અન્ય પુરુષ સાથે ફોટા જોતા પતિ વિફર્યો, પત્નીને ખેતરમાં લઈ જઈને લાકડીના ફટકા મારીને અધમૂઈ કરી નાંખી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 11 Feb 2024 05:21 PM (IST)Updated: Sun, 11 Feb 2024 06:03 PM (IST)
anand-news-husband-physical-assault-to-wife-in-petlad
HIGHLIGHTS
  • પત્નીના વાળ ખેંચીને ઝાડ સાથે માથું અથડાવ્યું
  • લાકડી વડે તૂટી પડતાં પત્નીને મણકામાં ફ્રેક્ચર

Anand: આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના રામોદડી ગામમાં પોતાની પત્નીના અન્ય પુરુષ સાથેના ફોટા વૉટ્સઅપમાં જોઈ જતાં વિફરેલા પતિએ તેણીને ખેતરમાં લઈ જઈને લાકડી વડે ફટકારતા તેને મણકાંમાં ફ્રેક્ચર થયું હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કરમસદની ખાનગી કંપનીમાં નોકરી કરતાં ચન્દ્રિકાબેન કામ સબબ દરરોજ રામોદડીથી કરમસદની ડેમુ ટ્રેનમાં અપડાઉન કરતા હતા. આ દરમિયાન તેમનો પરિચય ખંભાત ખાતે રહેતા નરેન્દ્ર વાઘેલા સાથે થયો હતો.

ગત 6 ફેબ્રુઆરીના રોજ રાતના સમયે નરેન્દ્ર વાઘેલાએ પોતાના મોબાઈલથી ચંદ્રિકાબેનના પોતાની સાથેના ફોટા વોટ્સઅપ કર્યા હતા. આ સમયે મહિલાનો ફોન તેના પતિ પાસે હતો. જેથી તેણે પોતાની પત્નીના અન્ય પુરુષ સાથેની તસવીરો જોતા તે ગુસ્સે ભરાયો હતો.

જે બાદ તે પોતાની પત્નીને ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં વાળ ખેંચીને ઝાડ સાથે તેનું માથું અથડાવ્યા બાદ લાકડીના દંડા વડે તૂટી પડ્યો હતો. જેના કારણે મહિલાને મણકામાં ફ્રેક્ચર થયું હતુ. આટલું જ નહીં, નિરંજન પોતાની પત્નીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને જતો રહ્યો હતો.

આ બાબતે ચંદ્રિકાબેને પેટલાદ રૂરલ પોલીસ મથકમાં પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે IPC અને GPAની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.