125 વર્ષ જૂનું આણંદ રેલ્વે સ્ટેશન બનશે 'આધુનિક'; રેલ્વે મંત્રીએ બ્યુટીફિકેશન માટે રુ. 100 કરોડ ફાળવતા કામગીરી કરાશે

આણંદના રેલ્વે સ્ટેશનના બ્યુટીફિકેશન માટે રેલમંત્રી દ્વારા 100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેને પગલે ટૂંક સમયમાં આણંદ રેલ્વે સ્ટેશનને આધુનિક બનાવાશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 18 Apr 2026 12:22 PM (IST)Updated: Sat, 18 Apr 2026 12:22 PM (IST)
anand-news-anand-railway-station-beautification-modernization-project-100-crore

Anand News: આણંદવાસીઓની આતુરતાનો અંત આવી ગયો છે. આણંદના રેલ્વે સ્ટેશન અંગે સાંસદ મિતેષ પટેલે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરતા રેલમંત્રી દ્વારા 100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આણંદ રેલ્વે સ્ટેશન વર્ષ 1901માં અંગ્રેજોના શાસનમાં બનાવાયું હતું.

બ્યુટીફિકેશનની કામગીરી શરુ કરાશે

માત્ર સમારકામ અને રંગકામ સિવાય કોઈ કામગીરી થતી નહોતી. 2 દાયકા અગાઉ રેલ્વે સ્ટેશનને એ ગ્રેડ આપીને આધુનિક કરવાની રજૂઆત કરાઈ હતી. છતા કોઈ પરિણામ આવ્યું નહોતું પરંતુ 100 કરોડની ફાળવણી બાદ આણંદ રેલ્વે સ્ટેશનના બ્યુટીફિકેશનની કામગીરી શરુ કરાશે.

100 કરોડના ખર્ચે બનશે નવું રેલ્વે સ્ટેશન

અંગ્રેજોના સમયમાં આશરે 125 વર્ષ પહેલા આણંદ રેલ્વે સ્ટેશનને બનાવવામાં આવ્યું હતું. જોકે, 100 વર્ષનો લાંબો સમયગાળો વિતી ગયો હોવા છતા સામાન્ય રીપેરિગ સિવાય કોઈ કામગીરી કરવામાં આવતી નહોતી. ત્યારે 2 દાયકા અગાઉ રેલમંત્રી રામવિલાસ પાસવાન પછી ભરત સોલંકી દ્વારા મંજૂરી આપવામાં આવી હોય છતા રેલ વિભાગ દ્વારા કામગીરી નહોતી કરાતી.

સાંસદે રજૂઆત કરતા રેલ્વે મંત્રીએ મંજૂરી આપી

અગાઉ ઓક્ટોબર 2022માં જ્યારે રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે આણંદની મુલાકાત કરી તે સમયે સાંસદ મિતેષ પટેલે રજૂઆત કરી હતી. મુસાફરોને સારી સુવિધા પાડવાના હેતુથી રુ 100 કરોડના ખર્ચે આધુનિક રેલ્વે સ્ટેશન બનાવવા મંજૂરી અપાઈ છે.

આધુનિક રેલ્વે સ્ટેશનમાં મુસાફરો માટે આ સુવિધાઓ ઊભી કરાશે

  • પબ્લિક એડ્રેસ સિસ્ટમ: સ્પષ્ટ અવાજમાં ટ્રેનની જાહેરાતો સાંભળવા માટે આધુનિક સાઉન્ડ સિસ્ટમની સુવિધા ઉભી કરાશે.
  • ફ્રી હાઈ-સ્પીડ વાઈફાઈ: રેલ્વે સ્ટેશનમાં પેસેન્જરોને મફત ઈન્ટરનેટ સેવા.
  • એર-કન્ડિશન્ડ વેઈટિંગ લાઉન્જ: પેસેન્જરો માટે બેસવાની આરામદાયક વ્યવસ્થા અને AC વેઈટિંગ રૂમ.
  • સ્માર્ટ ટિકીટની સુવિધા: ATVM મશીન અને ટિકીટ વિન્ડો પર ડિજીટલ પેમેન્ટની સુવિધા ઊભી કરશે.
  • ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ: ટ્રેનનું સ્ટેટસ, સમય અને પ્લેટફોર્મ નંબરની સચોટ માહિતી માટે મોટી LED સ્ક્રીન.
  • લિફ્ટ અને એસ્કેલેટર: વયોવૃદ્ધ અને દિવ્યાંગજન માટે દરેક પ્લેટફોર્મ પર લિફ્ટ અને ઓટોમેટિક એસ્કેલેટરની સુવિધા