Dhari Nagarpalika Election: ધારી નગરપાલિકામાં કયા વોર્ડમાં કેટલી અનામત બેઠકોની ફાળવણી? જાણો વિગતવાર

વર્ગવાર અનામત બેઠકોની વિગતો જોઇએ તો અનુસૂચિત જાતિ (SC) માટે 2 બેઠકો, જેમાં 1 મહિલા અનામત; અને પછાતવર્ગ (BC) માટે 8 બેઠકો, જેમાં 4 મહિલા અનામતનો સમાવેશ થાય છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 16 Dec 2025 07:13 PM (IST)Updated: Tue, 16 Dec 2025 07:13 PM (IST)
dhari-nagarpalika-election-2026-ward-wise-seat-reservations-announced

Dhari Nagarpalika Election: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે અમરેલી જિલ્લાની ધારી નગરપાલિકા(Dhari Nagarpalika) માટે વોર્ડ સીમાંકન અને અનામત બેઠકોની અંતિમ ફાળવણી જાહેર કરી છે. આ નિર્ણય આગામી સામાન્ય ચૂંટણીઓ(Gujarat Local Body Election)માં લાગુ પડશે. વર્ષ 2011ની વસતી ગણતરી મુજબ, ધારી નગરપાલિકા(Dhari Nagarpalika Election)ની કુલ વસતી 30352 છે. નગરપાલિકામાં કુલ 7 વોર્ડ અને 28 બેઠકો નક્કી કરવામાં આવી છે. આ બેઠકોમાંથી કુલ 14 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. કુલ 28 બેઠકો પૈકી 19 બેઠકો વિવિધ અનામત વર્ગો માટે નિર્ધારિત કરાઈ છે, જ્યારે 9 બેઠકો સામાન્ય (બિનઅનામત) રહેશે.

વર્ગવાર અનામત બેઠકોની વિગતો જોઇએ તો અનુસૂચિત જાતિ (SC) માટે 2 બેઠકો, જેમાં 1 મહિલા અનામત; અને પછાતવર્ગ (BC) માટે 8 બેઠકો, જેમાં 4 મહિલા અનામતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 9 બેઠકો સામાન્ય (બિનઅનામત) રાખવામાં આવી છે. કુલ મળીને, 14 બેઠકો વિવિધ વર્ગો અને મહિલાઓ માટે અનામત કરાઈ છે. આગામી સામાન્ય ચૂંટણીઓ આ નવા સીમાંકન અને અનામત બેઠકોના આધારે યોજાશે.

ધારી નગરપાલિકામાં કુલ કેટલા વોર્ડ અને કેટલી બેઠકો

કુલ વસતી (2011 પ્રમાણે) 30352
કુલ વોર્ડની સંખ્યા 7
બેઠકોની સંખ્યા 28
કુલ સ્ત્રી બેઠકો 14
અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોની સંખ્યા 2(1 મહિલા અનામત)
અનુસૂચિત આદિજાતિ માટે અનામત બેઠકોની સંખ્યા 0
પછાતવર્ગ માટે અનામત બેઠકોની સંખ્યા 8 ( 4 મહિલા અનામત)
કુલ અનામત બેઠકો 19
સામાન્ય બેઠકો 9

ધારી નગરપાલિકામાં કયા વોર્ડમાં કેટલી અનામત બેઠકો

વોર્ડ નં વોર્ડની વસતી પ્રથમ બેઠક (મહિલા અનામત) બીજી બેઠક (મહિલા અનામત) ત્રીજી બેઠક ચોથી બેઠક
1 3922 પછાતવર્ગ સામાન્ય અ.સૂ. જાતિ સામાન્ય
2 4505 પછાતવર્ગ સામાન્ય સામાન્ય સામાન્ય
3 3918 સામાન્ય સામાન્ય પછાતવર્ગ સામાન્ય
4 4552 અ.સૂ. જાતિ સામાન્ય પછાતવર્ગ સામાન્ય
5 3842 સામાન્ય સામાન્ય પછાતવર્ગ સામાન્ય
6 4719 પછાતવર્ગ સામાન્ય સામાન્ય સામાન્ય
7 4894 પછાતવર્ગ સામાન્ય પછાતવર્ગ સામાન્ય
કુલ 30352