Pipavav Dham News: અમરેલી જિલ્લામાં મેઘ મહેર જોવા મળી રહી છે. જિલ્લાના સાવરકુંડલા અને રાજુલામાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. રાજુલા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન પીપાવાવ ધામ નજીક ભારે વરસાદને કારણે સર્જાયેલા પાણીના પ્રવાહમાં કેટલાક લોકો ફસાઈ ગયા હતા. કોસ્ટગાર્ડ દ્વારા તેઓનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
Swift & courageous Ops.@IndiaCoastGuard Station #Pipavav, in coordination with Marine Police, rescued 22 stranded personnel including women from a flooded #Gujarat Water Supply and Sewerage Board #GWSSB site near #Victor village, #Amreli. Amid tough weather & low visibility,… pic.twitter.com/ISXvpkh5sa
— Indian Coast Guard (@IndiaCoastGuard) June 18, 2025
22 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડ, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ દ્વારા પાણીના પ્રવાહ માંથી અંદાજે 22 જેટલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ કરાયેલા લોકોને પ્રાથમિક શાળામાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી
રાજ્યમાં વરસાદની ભારે આગાહી
ગુજરાતમાં ચોમાસાની વિધિવત રીતે એન્ટ્રી થઇ ગઇ છે. મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. આગામી દિવસમાં પણ વરસાદનું અનુમાન છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, અમરેલી, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદને લઇને વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય પર એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતાં ભેજવાળા પવનનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે ચોમાસાએ એટ્રી સાથે જ વરસાદે જમાવટ કરી છે.
