Amreli News: વરસાદી વાતાવરણનો લુત્ફ મનાવવા રસ્તા પર આવી ગયો સિંહ પરિવાર, જાણો પછી શું થયું

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 26 Jul 2024 05:21 PM (IST)Updated: Fri, 26 Jul 2024 05:46 PM (IST)
amreli-news-5-lion-cubs-and-3-lionesses-were-spotted-on-nageshree-state-highway-in-khambha

Amreli News: અમરેલી જિલ્લામાં રહેણાંક વિસ્તારમાં આવી ચડતાં સિંહ-સિંહણનો કે સિંહ પરિવારનો વીડિયો અવાર-નવાર સામે આવતો રહે છે. તાજેતરમાં જ ગામમાં આવી ચડેલા સિંહ પશુનો શિકાર કર્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે હવે બીજો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. જેમાં ખાંભાના નાગેશ્રી સ્ટેટ હાઇવે પરે એક સાથે 8 સિંહો લટાર મારવા નીકળ્યા છે.

ખાંભાથી નાગેશ્રી સ્ટેટ હાઇવે રોડ પર 8 સિંહનું ટોળું રોડ પર આવી ચડ્યું હતું. નાગેશ્રી સ્ટેટ હાઇવે રોડ પર રાત્રિના વરસાદી વાતાવરણમાં સિંહ પરિવારે લટાર મારી હતી. 3 સિંહણ અને 5 સિંહબાળનું ટોળું શિકારની શોધમાં હાઇવે પર આવી ચડ્યું હતું. એ સમયે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોઓએ 8 સિંહને કેમેરામાં કેદ કરી લીધા હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

દેવળા ગીરમાં સાવજે પશુનો શિકાર કર્યો
અમરેલી જિલ્લાના ધારીમાં દેવળા ગીર ખાતે ગામમાં શિકારની શોધમાં સિંહ ગામમાં ઘૂસ્યો હતો. વરસાદી વાતાવરણ વચ્ચે સિંહે વરસાદી વાતાવરણ વચ્ચે પશુનો શિકાર કર્યો હતો. સિંહે ગામનીબજારમાં શિકાર કરીને પશુની મીજબાની માણી હતી. મીજબાની માણી રહેલો સિંહ વીડિયોમાં કેદ થઇ ગયો હતો. ગામમાં સાવજ આવી જતાં ગ્રામજનોમાં થોડો ભય ફેલાયો હતો.