Amreli: લાઠી અને લીલીયામાં 1500 કરોડ લીટર જળસંગ્રહ થયો, બંને તાલુકાના 100 ગામનું ભવિષ્ય ઉજળું થશે

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Fri, 12 Jul 2024 11:11 AM (IST)Updated: Fri, 12 Jul 2024 11:11 AM (IST)
amreli-news-1500-crore-liters-water-storage-in-lathi-and-liliya-future-of-100-villages-of-both-talukas-will-be-bright

Amreli News: સુક્કાભઠ્ઠ અને પીવાના પાણીની સમસ્યાથી પણ પીડાતા અમરેલી જિલ્લામાં ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા જળક્રાંતિ લાવવા માટે બીડુ ઉપાડવામાં આવ્યું હતું. ગાગડીયો નદીને ઊંડી ઊતારીને જુદા-જુદા ચેકડેપો બનાવતા તેમાં હાલમાં 1500 કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. જેથી આસપાસના 100 ગામનું ભવિષ્ય બદલાઈ ગયું છે.

આ અંગે આ વિસ્તારના ધારાસધ્ય મહેશભાઈ કસવાલાએ જણાવ્યું કે, ધોળકીયા ફાઉન્ડેશન અને રાજ્ય સરકાર દ્વારા થયેલી કામગરીના કારણે લીલીયા તાલુકાના ભેંસાણ અને બોડીયા ગામે પ્રથમ વખત જ 6 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ચેકડેમ છલોછલ ભરાયેલા જોતા બન્ને ગામમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. આ વિસ્તારના ખેડૂતોને મોટો ફાયદો થશે અને પાણીના સ્તર પણ ઊંચા આવશે.