લેટરકાંડની પીડિતા પાયલ ગોટીની સગાઈમાં રાજકીય રંગ! ભાજપ, કોંગ્રેસ અને AAPના નેતાઓ એકસાથે જોવા મળ્યા

અમરેલી લેટરકાંડની પીડિતા પાયલ ગોટીની વિઠ્ઠલપુર ગામે સગાઈ યોજાઈ. આ પ્રસંગે ભાજપના નારણ કાછડીયા અને ભરત કાનાબાર સહિત કોંગ્રેસ અને AAPના નેતાઓએ હાજરી આપી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 27 Oct 2026 03:10 PM (IST)Updated: Tue, 27 Oct 2026 03:10 PM (IST)
amreli-letter-case-victim-payal-goti-engagement-bjp-congress-aap-leaders

Amreli News: અમરેલી જિલ્લાના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વિવાદ અને ચર્ચાના કેન્દ્રમાં રહેલા અમરેલી લેટરકાંડની પીડિતા પાયલ ગોટી ફરી એકવાર ચર્ચામાં આવી છે. તાજેતરમાં અમરેલીના વિઠ્ઠલપુર ગામે પાયલ ગોટીનો સગાઈ સમારોહ યોજાયો હતો. આ સામાજિક પ્રસંગે ગુજરાતના ત્રણેય પ્રમુખ રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓએ એક મંચ પર હાજરી આપતાં ભારે ચર્ચા થઈ છે.

 

ભાnaidunia_imageજપના સિનિયર નેતાઓએ આપી ભેટ

પાયલ ગોટીની સગાઈમાં ભાજપના અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડીયા અને સિનિયર નેતા ભરત કાનાબારે ખાસ હાજરી આપીને તેને ભેટસગાદો આપી હતી. આ બંને નેતાઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રસંગની તસ્વીરો શેર કરીને પાયલને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.

naidunia_image

એક મંચ પર જોવા મળ્યા નેતાઓ

રાજકીય રીતે એકબીજાના કટ્ટર હરીફ ગણાતા ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ આ પ્રસંગે એકસાથે જોવા મળ્યા હતા. અમરેલીના સ્થાનિક રાજકારણમાં ચાલી રહેલા આંતરિક અસંતોષ અને લેટરકાંડના વિવાદ વચ્ચે આ સામાજિક મંચ પર નેતાઓની ઉપસ્થિતિએ સમગ્ર જિલ્લામાં રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યુ છે.

naidunia_image

કોંગ્રેસ અને AAPના દિગ્ગજો પણ રહ્યા ઉપસ્થિત

આ પ્રસંગે કોંગ્રેસ પક્ષમાંથી અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત તેમજ પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીએ હાજરી આપી હતી. આ ઉપરાંત, આમ આદમી પાર્ટી (AAP)ના નેતા કાંતિ સતાસિયા પણ આ સગાઈ સમારોહમાં જોડાયા હતા. તમામ પક્ષોના નેતાઓ પાયલ ગોટી સાથે હસતા મુખે તસવીરો પડાવતા નજરે પડ્યા હતા.