અમરેલી.
એક તરફ સિંહ અને 'ગીરનું ઘરેણું' ગણવામાં આવી રહ્યું છે, ત્યારે અનેક વખત સિંહને પજવણી અને લાયન શૉના વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે. આ મામલે વન વિભાગ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે. જો કે વન વિભાગના અધિકારી ગેરકાયદેસર રીતે લાયન શૉ કરે, તો તેમની સામે કોણ કાર્યવાહી કરશે? તે મોટો સવાલ સામે આવ્યો છે. હકીકતમાં અમરેલી જિલ્લામાંથી આવો જ એક વીડિયો સામે આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વન વિભાગના અધિકારીઓ દ્વારા ખાસ મહેમાનો માટે ટ્રેક્ટર અને ગાડી દ્વારા લાયન શૉ કરવામાં આવ્યો હોય તેવો વીડિયો સામે આવ્યો છે. ગાંધીનગર પાર્સિંગની કાર અને બાઈક મોબાઈલમાં કેમેરામાં કેદ થવાથી ખળભળાટ મચી જવા પામ્યો છે.
https://twitter.com/gujaratijagran/status/1648325824364392450
ખુલ્લેઆમ વન વિભાગના કર્મચારીઓ દ્વારા લાયન શૉનો વીડિયો સામે આવ્યો છે. હાલ તો સમગ્ર ઘટનાને લઇ DCF જયંત પટેલ દ્વારા વાયરલ વીડિયો આધારે તપાસ હાથ ધરી છે અને તપાસ પગલા ભરવાની પણ ખાતરી આપી છે.