Ghav Price Today Gujarat (November 3, 2026) | ઘઉં નો ભાવ આજનો: રાજ્યભરના વિવિધ માર્કેટિંગ યાર્ડોમાં આજે 3 નવેમ્બર 2026ના રોજ ઘઉંના બજાર ભાવમાં મજબૂત સ્થિતિ જોવા મળી છે. ઘઉં ટૂકડામાં ગોંડલ એપીએમસી રુ. 871 પ્રતિ મણ (20 કિલો)ના ભાવ બોલાયા છે. જ્યારે તળાજા, અમરેલી અને રાજકોટમાં પણ ટૂકડા ઘઉંના ઊંચા ભાવ રુ. 730ને પાર રહ્યા છે. બીજી તરફ, લોકવન ઘઉંમાં મહેસાણાનું કડી એપીએમસી અને પાટણનું સિદ્ધપુર એપીએમસી રુ. 731ના મહત્તમ ભાવ સાથે ટોચના સ્થાને રહ્યા છે. સારી ગુણવત્તાવાળા ઘઉં લાવતા ખેડૂતોને વિવિધ યાર્ડોમાં સરેરાશ રુ. 600થી રુ. 750 સુધીના પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે.
રાજ્યના માર્કેટ યાર્ડોમાં ઘઉંની સારી આવક રહી
રાજ્યભરના વિવિધ માર્કેટિંગ યાર્ડોમાં 3 નવેમ્બર 2026ના રોજ ઘઉંની કુલ 903.45 મેટ્રિક ટન આવક નોંધાઈ છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની વેબસાઇટમાં આપવામાં આવેલી ઘઉંની વિગતો અનુસાર દાહોદ એપીએમસી 123.20 મેટ્રિક ટન, રાજકોટ એપીએમસીમાં 120, હિંમતનગર એપીએમસી 60.30, અમરેલી એપીએમસી 55.30, ઇડર એપીએમસી 50.60, વિસનગર એપીએમસી 50.30, જામનગર એપીએમસી 46.10, કડી એપીએમસી 41.80, વાંકાનેર એપીએમસીમાં 35 મેટ્રિક ટન અને હળવદ એપીએમસીમાં 26.80 મેટ્રિક ટન ઘઉંની આવક નોંધાઇ હતી.
ઘઉં ટૂકડાના બજાર ભાવ
રાજ્યના જે યાર્ડોમાં ઘઉં ટૂકડાની આવક નોંધાઈ છે તેમાં સૌરાષ્ટ્રના ગોંડલ એપીએમસીમાં નીચો ભાવ રુ. 550 અને ઊંચો ભાવ રુ. 871 રહ્યો હતો. ભાવનગર જિલ્લાના તળાજા એપીએમસીમાં રુ. 450થી રુ. 753, અમરેલી એપીએમસીમાં રુ. 500થી રુ. 740, રાજકોટ એપીએમસીમાં રુ. 600થી રુ. 739 તેમજ જસદણ એપીએમસીમાં રુ. 570થી રુ. 700 સુધીના સોદા થયા હતા. આ ઉપરાંત જેતપુર એપીએમસીમાં રુ. 621થી રુ. 682, સાવરકુંડલા એપીએમસીમાં રુ. 600થી રુ. 680, દાહોદ એપીએમસીમાં રુ. 620થી રુ. 640, પોરબંદર એપીએમસીમાં રુ. 530થી રુ. 585 તેમજ ગાંધીનગરના દહેગામ એપીએમસીમાં રુ. 580થી રુ. 581નો ભાવ રહ્યો હતો.
સૌરાષ્ટ્રના યાર્ડના આજના ભાવ
સૌરાષ્ટ્ર વિસ્તારમાં લોકવન ઘઉંના ઊંચા ભાવોમાં જામનગર જિલ્લાનું કાલાવડ એપીએમસી સૌથી આગળ રહ્યું હતું, જ્યાં નીચો ભાવ રુ. 574 અને ઊંચો ભાવ રુ. 725 બોલાયો હતો. આ સિવાય જામનગર એપીએમસીમાં રુ. 550થી રુ. 691, મોરબી એપીએમસીમાં રુ. 629થી રુ. 691, ધ્રોલ એપીએમસીમાં રુ. 500થી રુ. 681, જેતપુર એપીએમસીમાં રુ. 581થી રુ. 681, ગોંડલ એપીએમસીમાં રુ. 584થી રુ. 670, અમરેલી એપીએમસીમાં રુ. 550થી રુ. 655 તેમજ રાજકોટ એપીએમસીમાં રુ. 595થી રુ. 655 નોંધાયા હતા.
અન્ય યાર્ડોમાં ચોટીલા એપીએમસીમાં રુ. 550થી રુ. 650, બાબરા એપીએમસીમાં રુ. 551થી રુ. 625, હળવદ એપીએમસીમાં રુ. 532થી રુ. 625, સાવરકુંડલા એપીએમસીમાં રુ. 560થી રુ. 622, પાલીતાણા એપીએમસીમાં રુ. 455થી રુ. 621, ઉપલેટા એપીએમસીમાં રુ. 550થી રુ. 621, જામ જોધપુર એપીએમસીમાં રુ. 500થી રુ. 620, વાંકાનેર એપીએમસીમાં રુ. 570થી રુ. 615, જામ ખંભાળિયા એપીએમસીમાં રુ. 500થી રુ. 601, વેરાવળ એપીએમસીમાં રુ. 505થી રુ. 595, ધ્રાંગધ્રા એપીએમસીમાં રુ. 592થી રુ. 593, ધોરાજી એપીએમસીમાં રુ. 475થી રુ. 582, વિસાવદર એપીએમસીમાં રુ. 472થી રુ. 574 અને બગસરા એપીએમસીમાં રુ. 550થી રુ. 570 સુધીના ભાવ રહ્યા હતા.
ઉત્તર ગુજરાતના યાર્ડમાં કેટલો ભાવ બોલાયો
ઉત્તર ગુજરાતના બજારોમાં કડી એપીએમસીમાં નીચો ભાવ રુ. 553 અને ઊંચો ભાવ રુ. 731 તેમજ સિદ્ધપુર એપીએમસીમાં રુ. 578થી રુ. 731 સુધી બોલાયા હતા. વિસનગર એપીએમસીમાં રુ. 580થી રુ. 700, ભિલોડા એપીએમસીમાં રુ. 560થી રુ. 680, હિંમતનગર એપીએમસીમાં રુ. 550થી રુ. 670, માણસા એપીએમસીમાં રુ. 590થી રુ. 663, ઇડર એપીએમસીમાં રુ. 540થી રુ. 662 અને મહેસાણા એપીએમસીમાં રુ. 570થી રુ. 661 ભાવ રહ્યો હતો. સાબરકાંઠાના તલોદ એપીએમસીમાં રુ. 600થી રુ. 637, વડાલી એપીએમસીમાં રુ. 609થી રુ. 635, બનાસકાંઠાના ડીસા એપીએમસીમાં રુ. 591થી રુ. 630, પાટણના રાધનપુર એપીએમસીમાં રુ. 585થી રુ. 625, થરા એપીએમસીમાં રુ. 471થી રુ. 620, પાલનપુર એપીએમસીમાં રુ. 614, ધાનેરા એપીએમસીમાં રુ. 560થી રુ. 602, વડગામ એપીએમસીમાં રુ. 551થી રુ. 600, ખેડબ્રહ્મા એપીએમસીમાં રુ. 520થી રુ. 600 તેમજ દિયોદર એપીએમસીમાં રુ. 500થી રુ. 540 સુધીના સોદા થયા હતા.
મધ્ય ગુજરાતના યાર્ડના આજના ભાવ
મધ્ય અને પૂર્વ ગુજરાતના માર્કેટ યાર્ડ પર નજર કરીએ તો, અમદાવાદ જિલ્લાના વિરમગામ એપીએમસીમાં નીચો ભાવ રુ. 561 અને ઊંચો ભાવ રુ. 586 નોંધાયો હતો. આદિવાસી પંથકના દાહોદ જિલ્લામાં ઝાલોદ એપીએમસીમાં રુ. 570, સંજેલી એપીએમસીમાં રુ. 570 અને લીમખેડા એપીએમસીમાં રુ. 452થી રુ. 532 ભાવ રહ્યો હતો. જ્યારે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ એપીએમસીમાં લોકવન ઘઉંનો નીચો ભાવ રુ. 450 અને ઊંચો ભાવ રુ. 500 નોંધાયો હતો.
