મુસાફરી કરતા પહેલા ચેક કરી લેજો! રેલવેએ બદલ્યા આ ટ્રેનોના સમય, પોરબંદર-સંત્રાગાછી એક્સપ્રેસ પણ રદ

એન્જિનિયરિંગ કામગીરી અને ટ્રાફિક બ્લોકને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે અને સમય બદલાયો છે. પ્રવાસ કરતા પહેલા અહીં સંપૂર્ણ લિસ્ટ ચેક કરો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 07 Oct 2026 06:16 PM (IST)Updated: Wed, 07 Oct 2026 06:16 PM (IST)
western-railway-train-cancellations-delays-check-updates

Western Railway Train Cancellation: પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોના સંચાલનમાં નિર્ધારિત એન્જિનિયરિંગ કામગીરીને કારણે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મુસાફરોની સુવિધા અને અગવડતા ટાળવા માટે રેલવે પ્રશાસન દ્વારા અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો જાહેર કરવામાં આવી છે.

ઝારસુગુડા યાર્ડ રિમોડેલિંગ: પોરબંદર-સંત્રાગાછી એક્સપ્રેસ રદ

દક્ષિણ પૂર્વ રેલવેના ચક્રધરપુર મંડળ હેઠળ ઝારસુગુડા પેસેન્જર યાર્ડના રિમોડેલિંગ માટે નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હાથ ધરવામાં આવશે. આ તકનીકી કામગીરીને કારણે ભાવનગર મંડળમાંથી પસાર થતી નીચે મુજબની ટ્રેનોની નિર્ધારિત મુસાફરીઓ રદ રહેશે.

ટ્રેન નંબર 12949 પોરબંદર–સંત્રાગાછી એક્સપ્રેસ: તારીખ 11 ડિસેમ્બર 2026ની મુસાફરી રદ રહેશે.

ટ્રેન નંબર 12950 સંત્રાગાછી–પોરબંદર એક્સપ્રેસ: તારીખ 13 ડિસેમ્બર 2026ની મુસાફરી રદ રહેશે.

સુરેન્દ્રનગર સ્ટેશન પર ટ્રાફિક બ્લોક: ઇન્ટરસિટી ટ્રેનો મોડી દોડશે

આ ઉપરાંત, સુરેન્દ્રનગર સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ (FOB)ના ગર્ડર લોન્ચિંગ કાર્ય માટે વિશેષ ટ્રાફિક બ્લોક લેવામાં આવનાર છે. જેના પરિણામે કેટલીક ટ્રેનોના પ્રસ્થાન સમયમાં ફેરફાર કરાયો છે.

ટ્રેન નંબર 19120 વેરાવળ–ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી: તારીખ 09 ઓક્ટોબર 2026ના રોજ તેના નિર્ધારિત સમય કરતાં 2 કલાક મોડી પ્રસ્થાન કરશે.

ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ–વેરાવળ ઇન્ટરસિટી: તારીખ 09 ઓક્ટોબર 2026ના રોજ ગાંધીનગર કેપિટલથી તેના નિર્ધારિત સમય કરતાં 2 કલાક મોડી પ્રસ્થાન કરશે.

રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને અપીલ

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ મુસાફરોને ખાસ અનુરોધ કર્યો છે કે, તેઓ પોતાની મુસાફરી શરૂ કરતા પહેલાં સંબંધિત ટ્રેનની વર્તમાન સ્થિતિ અને સમયની પુષ્ટિ અવશ્ય કરી લે. મુસાફરી દરમિયાન કોઈપણ પ્રકારની અસુવિધાથી બચવા માટે પ્રવાસ આયોજન કરતા અગાઉ ટ્રેનની નવીનતમ અપડેટ મેળવી લેવી હિતાવહ છે.