જાણીતા અભિનેતા દિલીપ જોશીએ અમદાવાદમાં શ્રી બાંકે બિહારી પેંડા - મથુરા કી મિઠાસનું ઉદ્ઘાટન કર્યું

અગ્રવાલ પરિવાર દ્વારા શ્રી બાંકે બિહારી પેંડા - મથુરા કી મિઠાસનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે, જે મથુરાના પેંડાનો અધિકૃત અને સ્વાદ અમદાવાદમાં રજૂ કરવામાં આવ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 02 Nov 2026 07:58 AM (IST)Updated: Mon, 02 Nov 2026 07:58 AM (IST)
wellknown-actor-dilip-joshi-inaugurated-shri-banke-bihari-penda-mathura-ki-mithas-in-ahmedabad

Dilip Joshi:ગુજરાત – અગ્રવાલ પરિવાર દ્વારા શ્રી બાંકે બિહારી પેંડા - મથુરા કી મિઠાસનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે, જે મથુરાના પેંડાનો અધિકૃત અને સ્વાદ અમદાવાદમાં રજૂ કરવામાં આવ્યો છે. મીઠાઈના આ નવા સ્પેશિયાલિટી આઉટલેટનું સત્તાવાર ઉદ્ઘાટન પ્રખ્યાત અભિનેતા દિલીપ જોશી દ્વારા અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.

મથુરા કી મિઠાસનો સાચો અનુભવ કરાવવાનું વચન આપતા, બ્રાન્ડે પરંપરાગત અધિકૃતતા સાથે બનાવેલ ધ ડિવાઇન પેંડા લોકોને પીરસ્યા. અગ્રવાલ પરિવાર દ્વારા આયોજિત આ વિશેષ પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ દિવ્ય ઉજવણીનો ભાગ બનીને પ્રખ્યાત અધિકૃત મીઠાઈઓનો રૂબરૂ અનુભવ કર્યો હતો. સેટેલાઇટ વિસ્તારના લોકોએ આ નવા આઉટલેટનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.

આ સમારોહમાં લોકોનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. અગ્રવાલ પરિવાર દ્વારા આયોજિત આ વિશેષ પ્રસંગમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા અને આ દિવ્ય ઉજવણીનો હિસ્સો બન્યા હતા. જાણીતા અભિનેતા દિલીપ જોશીની એક ઝલક મેળવવા અને આ પ્રખ્યાત અધિકૃત મીઠાઈઓનો રૂબરૂ અનુભવ કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા. દિલીપ જોશીની હાજરી અને તેમના હકારાત્મક પ્રતિભાવે કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

આ પ્રસંગે શ્રી બાંકે બિહારી પેંડા - મથુરા કી મિઠાસના માલિક વિજય અગ્રવાલે જણાવ્યું હતું કે અમે મથુરાના અસલ અને દિવ્ય સ્વાદને અમદાવાદના આંગણે લાવીને ખૂબ જ આનંદ અને ગર્વ અનુભવીએ છીએ. અમારો ઉદ્દેશ્ય અમદાવાદીઓને શુદ્ધ અને પરંપરાગત મીઠાઈઓ પીરસવાનો છે, અને દિલીપ જોશી જીના હસ્તે ઉદ્ઘાટન તેમજ લોકોનો આટલો સારો પ્રતિસાદ જોઈને અમે અત્યંત અભિભૂત છીએ.

અમદાવાદના સ્થાનિક લોકોએ આ નવા આઉટલેટનું અત્યંત ઉત્સાહભેર અને હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું હતું. અત્યાર સુધી જે અસલ સ્વાદ માણવા માટે લોકોએ મથુરા જવું પડતું હતું, તે જ શુદ્ધ અને દિવ્ય સ્વાદ હવે તેમના ઘર આંગણે ઉપલબ્ધ બન્યો છે.