Vikram Thakor: વિક્રમ ઠાકોરે ભારે કરી! પહેલા કહ્યું સરકાર બોલાવતી નથી, હવે બોલાવ્યા તો વિધાનસભામાં ગયા નહીં

આ તરફ ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી કલાકારો વિધાનસભા આવી રહ્યા છે અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. અધ્યક્ષ અને મંત્રી મૂળુ બેરા હાજર રહીને તમામ કલાકારો ને શુભેચ્છા પાઠવશે.

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Thu, 27 Mar 2025 01:15 PM (IST)Updated: Thu, 27 Mar 2025 02:35 PM (IST)
vikram-thakors-bold-move-declines-assembly-invitation-after-criticizing-government-for-not-calling-him

Vikram Thakor News: ગુજરાત સરકારે રંગમચ દિવસ પર ગુજરાતના તમામ જિલ્લામાંથી કલાકારોને વિધાસભામાં બોલાવ્યા હતા. થોડા દિવસ પહેલા અમુક કલાકારોને જ વિધાનસભામાં કેમ બોલાવ્યા તે મુદ્દા સાથે ગુજરાતી અભિનેતા અને કલાકાર વિક્રમ ઠાકોરે અવાજ ઉઠાવ્યો હતો. ત્યારે રંગમચ દિવસ પર વિધાનસભામાં આવવા માટે વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ વિધાનસભામાં આવ્યા નથી. ત્યારે લોકોમાં એ પણ ચર્ચા છે કે પોતે મુદ્દો ઉઠાવ્યો કે સરકાર કલાકારોને બોલાવતી નથી અને હવે બોલાવ્યા તો આવતા કેમ નથી? વિધાનસભા ન જવા પાછળ વિક્રમ ઠાકોરે કારણ પણ જણાવ્યું છે.

આ તરફ ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી કલાકારો વિધાનસભા આવી રહ્યા છે અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. અધ્યક્ષ અને મંત્રી મૂળુ બેરા હાજર રહીને તમામ કલાકારો ને શુભેચ્છા પાઠવશે.

વિક્રમ ઠાકોર કેમ વિધાનસભામાં ન ગયા?

પોતે વિધાનસભામાં કેમ ન ગયા તે અંગે વિક્રમ ઠાકોરે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે જો હું વિધાનસભામાં જઈશ તો લોકો એવું કહેશે કે જો પોતાનું સન્માન કરાવવું હતું એટલે મુદ્દો ઉઠાવ્યો. પરંતુ મેં તો તમામ સમાજના કલાકારો માટે મુદ્દો ઉઠાવ્યો હતો. ભવિષ્યમાં મુખ્યમંત્રીને મળવાનું થશે તો હું ચોક્કસ જઈશ.