51st Patotsav:સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં શહેરા, ગોધરા, મોરવાહડફ તાલુકામાં યોજાયેલ પંચમ દિવસીય કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિર જેવા કે ધાંધલપુર, મોરડુંગરા અને વાધજીપુર ખાતેના મંદિરોમાં પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. સ્વામિનારાયણ ગાદી ગ્રંથ, સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજી બાપાની વાતોની પારાયણ, મહાપૂજા, અન્નકૂટ, આરતી વિગેરે આધ્યાત્મિક સભર કાર્યક્રમો યોજાયા હતા.
ભારત એકતા દિવસે અખંડ ભારતના શિલ્પી એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151 મી જયંતિએ પ્રેમાંજલી અર્પણ કરવામાં આવી હતી. પર્યાવરણ રક્ષણ માટે વૃક્ષોના જતન કરવા માટે હિમાયત કરવામાં આવી હતી. ઋતુઓના પરિવર્તનના કારણે જગતનો તાત એવા ખેડુતભાઈઓ પણ પરેશાન હોય તેમજ કુદરતી પ્રકોપનો ભોગ બનેલાઓ માટે હિંમત અર્થે શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી હતી અને પ્રાર્થના એ એક અકસીર ઉપાય છે.
જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામી મહારાજે આશિર્વાદમાં જણાવ્યું હતું કે, સાત્વિક સત્સંગ અને સંસ્કારથી માનવતાની મહેક મનુષ્યના જીવનને મહેંકતી કરે છે. જેમ કે રક્ષીશું જળ, જમીન અને જંગલ તો મનુષ્ય જીવન રહેશે સદા મંગલ.
