Ahmedabad Design Week 6.0: અમદાવાદ ડિઝાઇન વીક 6.0 સહયોગ, રચનાત્મકતા અને વિવિધ ડિઝાઇનની ઊજવણી કરે છે જે ટકાઉ સોલ્યુશન્સ માટે સંસ્કૃતિઓ, ટેક્નોલોજીઓ અને વિચારોનો સમન્વય કરીને સીમાઓ ઓળંગે તેવી ડિઝાઇનની શક્તિ રજૂ કરે છે.
આ પ્લેટફોર્મ જોડાણ અને સહ-રચનાને પ્રોત્સાહન આપે છે, દરેક સિગ્નેચર વહેંચાયેલી હોય તેવા ભવિષ્યને આકાર આપે છે તથા દરેક રચના વિવિધતામાં એકતા દર્શાવે છે.
ગાંધીનગરમાં કર્ણાવતી યુનિવર્સિટીના વિશાળ કેમ્પસ અને અમદાવાદમાં હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ્સ સેન્ટર ખાતે 14 ફેબ્રુઆરી, 2025ના રોજ કર્ટન રેઝર સાથે આ ઇવેન્ટનો પ્રારંભ થયો હતો જેમાં ટાઇપફેસીસથી માંડીને ક્લે ઇન્સ્ટોલેશન્સ, એઆર/વીઆર પ્રોજેક્ટ્સથી ઇમર્સિવ પ્રદર્શનો સુધીની વિદ્યાર્થીઓની રચનાઓએ તેમની ઊભરતી ડિઝાઇન સફર રજૂ કરી હતી.
સમગ્ર ભારતના 20થી વધુ કારીગરોને દર્શાવતા ક્રાફ્ટ મેલામાં પરંપરાગત કલાના દેશના સમૃદ્ધ વારસાની ઊજવણી કરવામાં આવી હતી જેમાં કલાત્મકતા અને વાર્તાકથનને જીવંત બનાવવામાં આવ્યા હતા.
દિવસનું મુખ્ય આકર્ષણ ડોમ-એઇન ઓફ ડ્રીમ્સ હતું જે અમદાવાદના સમૃદ્ધિ ડિઝાઇન વારસાને ઉજાગર કરતું ઇમર્સિવ થ્રીડી પ્રોજેક્શનમાં મેપિંગ પ્રદર્શન હતું. યુઆઈડીના વિદ્યાર્થીઓ સાથેના સહયોગમાં Knownsense Studios દ્વારા તૈયાર કરાયેલા આ નયનરમ્ય દ્રશ્યો દર્શકોને કલા, ટેક્નોલોજી અને ઇમેજિનેશન વચ્ચેની રેખાઓને ધૂંધળી કરતા મંત્રમુગ્ધ કરતા ડિજિટલ ક્ષેત્રોમાં લઈ ગયા હતા.
આ એડિશનના ઐતિહાસિક મહત્વમાં ઉમેરો કરતા યુનાઇટેડવર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (યુઆઈડી)એ તેમની બોર્ડ મીટિંગ માટે વર્લ્ડ ડિઝાઇન ઓર્ગેનાઇઝેશન્સના (ડબ્લ્યુડીઓ) બોર્ડ મેમ્બર્સની ગર્વભેર યજમાની કરી હતી જે અમદાવાદ ડિઝાઇન વીક ખાતેની એક ઐતિહાસિક ક્ષણ હતી. સમગ્ર દિવસ દરમિયાન આંતરદ્રષ્ટિપૂર્ણ સ્પીકર સેશન્સ, વર્કશોપ્સ અને પેનલ ડિસ્કશન્સ યોજાઈ હતી જે ડિઝાઇન ક્ષેત્રના વિઝનરી તથા ઉદ્યોગ અગ્રણીઓને સાથે લાવી હતી.
