Divya Jyot Rangoli:મણિનગર સ્થિત સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સ્વામિનારાયણ મંદિરના ચોકમાં સનાતન દિવ્ય જ્યોત નામની સુંદર અને કલાત્મક રંગોળીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
સંસ્થાન દ્વારા તૈયાર કરવામાં આવેલી આ રંગોળી સનાતન ધર્મની આધ્યાત્મિકતા, દિવ્યતા અને સંસ્કૃતિનું સુંદર પ્રતીક બની છે. રંગોળી દ્વારા સનાતન ધર્મના શાશ્વત સંદેશને કલાત્મક રીતે રજૂ કરવામાં આવ્યો છે.
આ રંગોળી તૈયાર કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ વિશ્વભરમાં સનાતન ધર્મની દિવ્ય જ્યોત પ્રજ્વલિત થાય, અત્ર-તત્ર અને સર્વત્ર શાંતિની સ્થાપના થાય તેમજ સમગ્ર વિશ્વના સર્વે પ્રાણીમાત્ર સુખ અને શાંતિથી જીવન જીવી શકે તેવો ઉમદા સંદેશ જનમાનસ સુધી પહોંચાડવાનો છે.
આ સુંદર ધાર્મિક અને કલાત્મક કાર્ય માટે મહંત સદ્ગુરુ ભગવતપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને માર્ગદર્શન પ્રાપ્ત થયાં છે.આ રંગોળી સનાતન સંસ્કૃતિના ગૌરવ સાથે વિશ્વશાંતિ અને સર્વજીવ કલ્યાણનો પવિત્ર સંદેશ પ્રસરાવી રહી છે.
