Ahmedabad Real Estate News: અમદાવાદમાં ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો? તો બોપલનો VIP Road હાલ રિયલ એસ્ટેટ માર્કેટમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં રહેણાંક પ્રોજેક્ટ્સની સંખ્યા વધી રહી છે અને ડેવલપર્સ પણ VIP Road તથા તેની આસપાસ પ્રીમિયમ અને પરિવારલક્ષી પ્રોજેક્ટ્સ લોન્ચ કરી રહ્યા છે. કનેક્ટિવિટી, ખુલ્લી જગ્યા, નવા ડેવલપમેન્ટ અને ભવિષ્યની સંભાવનાઓને કારણે ઘર ખરીદનારાઓનું ધ્યાન આ તરફ ખેંચાઈ રહ્યું છે.
IP Roadમાં એવું શું ખાસ છે?
બોપલ-શેલા વિસ્તાર અમદાવાદના પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ ભાગના ઝડપથી વિકસતા રહેણાંક વિસ્તારોમાં સામેલ છે. VIP Roadની આસપાસથી SG Highway, SP Ring Road, બોપલ, શેલા અને ઘુમા તરફ પહોંચવાની સુવિધા મળે છે. બોપલને SG Highway તથા SP Ring Road સાથે જોડતી કનેક્ટિવિટી આ વિસ્તારની સૌથી મોટી ખાસિયતોમાંની એક છે.
સારી સ્કૂલો, હોસ્પિટલ અને મોટાભાગની ટીપીઓ ખુલી એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી જઈ શકાય છે. અહીંથી બોપલ, ધૂમા, એસજી હાઈવે સરળતાથી જઈ શકાય છે.
આ વિસ્તારમાં રોડ અને આસપાસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ સાથે રહેણાંક પ્રવૃત્તિ પણ વધી રહી છે. કેટલાક રિયલ એસ્ટેટ માર્કેટ રિપોર્ટ્સમાં VIP Roadને અમદાવાદના આગામી ગ્રોથ કોરિડોર તરીકે જોવામાં આવી રહ્યો છે.
નવા પ્રોજેક્ટ્સની સંખ્યા વધી રહી છે
VIP Road અને South Bopal વિસ્તારમાં હાલમાં 2 અને 3 BHKથી લઈને પ્રીમિયમ 4 BHK તથા લક્ઝરી હોમ્સ સુધીના વિકલ્પો જોવા મળે છે. 2026માં VIP Road પર અનેક નવા પ્રોજેક્ટ્સ માર્કેટમાં છે. ઉદાહરણ તરીકે, VIP Road પરના કેટલાક પ્રોજેક્ટ્સમાં 3 BHK પ્રીમિયમ રહેણાંક અને આધુનિક સુવિધાઓ સાથેના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
પરિવાર માટે પણ બની રહ્યું છે પસંદગીનું સ્થળ
South Bopalમાં રહેણાંક વિસ્તારોના વિકાસ સાથે કોમર્શિયલ પ્રવૃત્તિ પણ વધી રહી છે. એટલે ઘર ખરીદનારને ભવિષ્યમાં દૈનિક જરૂરિયાત માટે વિસ્તારની બહાર ઓછું જવું પડે તેવી સંભાવના રહે છે.
ભાવમાં પણ થઈ રહ્યો છે ફેરફાર
બોપલના પ્રોપર્ટી માર્કેટમાં ભાવ પ્રોજેક્ટ, લોકેશન, બિલ્ડર, સુવિધા અને બાંધકામની ગુણવત્તા પ્રમાણે અલગ-અલગ છે. રિયલ એસ્ટેટના એક્સપર્ટે ગુજરાતી જાગરણને જણાવ્યા મુજબ આ વિસ્તારમાં બાંધકામ હેઠળની બિલ્ડિંગમાં સ્ક્વેરફૂટનો ભાવ 3200થી 4000 સુધી ચાલી રહ્યો છે. જે વિસ્તાર અને લોકેશન પ્રમાણે તેમજ લક્ઝરિયસ સ્કિમ પ્રમાણે ફેરફાર થઈ શકે છે.
પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી
VIP Road અને બોપલનો વિકાસ ઝડપથી થઈ રહ્યો હોવા છતાં કેટલાક પડકારો પણ છે. પીક અવર્સ દરમિયાન ટ્રાફિક, કેટલાક વિસ્તારોમાં વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા અને શહેરના અન્ય વિસ્તારોની તુલનામાં મેટ્રો કનેક્ટિવિટીનો અભાવ ખરીદદારે ધ્યાનમાં રાખવો જોઈએ.
મકાન ખરીદવું હોય તો VIP Road કોના માટે યોગ્ય?
જે લોકોને નોકરી અને ધંધો સાણંદ, બોપલ અને એસજી હાઈવે પર છે, તેઓ એ આ વિસ્તારમાં ઘર લેવું જોઈએ.
