Gujarat New Trains 2026: ગુજરાતના રેલ મુસાફરો, દૈનિક અપ-ડાઉન કરતા નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને ધાર્મિક સ્થળોની યાત્રા કરતા શ્રદ્ધાળુઓ માટે મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. ભારતીય રેલવે દ્વારા રાજ્યમાં રેલ કનેક્ટિવિટીને વધુ મજબૂત અને ઝડપી બનાવવાના હેતુથી બે નવી ટ્રેન સેવાઓ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આગામી 30 ઓક્ટોબર, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ બંને નવી ટ્રેન સેવાઓને લીલી ઝંડી બતાવીને દેશને સમર્પિત કરશે.
સાબરમતી અને મહેસાણા વચ્ચે બે જોડી નવી દૈનિક MEMU ટ્રેન
સ્થાનિક કનેક્ટિવિટી વધારવા માટે સાબરમતી અને મહેસાણા વચ્ચે બે નવી દૈનિક મેમુ (MEMU) ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે, જેનો સીધો લાભ કડી, કલોલ, બેચરાજી અને આસપાસના વિસ્તારોને મળશે.
ઉદ્ઘાટન સ્પેશિયલ ટ્રેનની વિગત
ટ્રેન નંબર: 09432 (બેચરાજી – સાબરમતી ઉદ્ઘાટન સ્પેશિયલ)
તારીખ: 30 ઓક્ટોબર, 2026
સમય: સવારે 10:30 વાગ્યે બેચરાજીથી ઊપડશે અને બપોરે 12:15 વાગ્યે સાબરમતી પહોંચશે.
સ્ટોપેજ: કટોસણ રોડ, ભોયણી, કડી, કલોલ અને ચાંદખેડા રોડ.
નિયમિત MEMU ટ્રેનનું સમયપત્રક (1 નવેમ્બર, 2026થી)
પ્રથમ જોડી (ટ્રેન નં. 69127/69128)
69127 (સાબરમતી - મહેસાણા): દરરોજ સવારે 06:40 વાગ્યે સાબરમતીથી ઊપડશે અને 09:45 વાગ્યે મહેસાણા પહોંચશે.
69128 (મહેસાણા - સાબરમતી): દરરોજ સાંજે 16:40 વાગ્યે મહેસાણાથી ઊપડશે અને રાત્રે 20:30 વાગ્યે સાબરમતી પહોંચશે.
બીજી જોડી (ટ્રેન નં. 69131/69132)
69131 (સાબરમતી - મહેસાણા): દરરોજ સાંજે 17:05 વાગ્યે સાબરમતીથી ઊપડશે અને રાત્રે 20:25 વાગ્યે મહેસાણા પહોંચશે.
69132 (મહેસાણા - સાબરમતી): દરરોજ સવારે 07:05 વાગ્યે મહેસાણાથી ઊપડશે અને 10:20 વાગ્યે સાબરમતી પહોંચશે.
મુખ્ય સ્ટોપેજ
ચાંદખેડા રોડ, કલોલ, કડી, ભોયણી, કટોસણ રોડ, બેચરાજી, ચાણસ્મા અને રણુજ.
કોને થશે ફાયદા?
આ ટ્રેનથી નોકરીયાત વર્ગ, ચાંદખેડા-કલોલ-કડીના વિદ્યાર્થીઓ ઉપરાંત શ્રી બહુચર માતાજીના ધામ બેચરાજી દર્શનાર્થે જતા હજારો માઇભક્તોને સીધી અને સરળ રેલ સુવિધા મળશે.
સાબરમતી – વારાણસી સુપરફાસ્ટ એક્સપ્રેસ (દૈનિક)
ગુજરાત અને ઉત્તર પ્રદેશ વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરવા માટે નવી દૈનિક સુપરફાસ્ટ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેન રાજસ્થાન અને યુપીના અનેક મહત્વના શહેરોને પણ સાંકળી લેશે.
ઉદ્ઘાટન સ્પેશિયલ ટ્રેન (નંબર 09405)
પ્રસ્થાન: 30 ઓક્ટોબર, 2026ના રોજ સવારે 10:30 વાગ્યે સાબરમતી સ્ટેશનથી.
આગમન: બીજા દિવસે સવારે 11:40 વાગ્યે વારાણસી પહોંચશે.
કયા-કયા સ્ટેશનો પર ઊભી રહેશે?
આ ટ્રેન ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના મુખ્ય સ્ટેશનો પર રોકાશે.
| રાજ્ય | મુખ્ય રોકાણ (સ્ટોપેજ) |
| ગુજરાત | મહેસાણા, પાલનપુર |
| રાજસ્થાન | આબુ રોડ, ફાલના, મારવાડ જંકશન, બેયાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંડીકુઈ, મંડાવર મહવા રોડ, ખેડલી, નદબઈ, ભરતપુર |
| ઉત્તર પ્રદેશ | ઈદગાહ આગ્રા જંકશન, ટૂંડલા જંકશન, ગોવિંદપુરી, સૂબેદારગંજ, મિર્ઝાપુર અને વારાણસી |
કોચની બનાવટ અને બુકિંગ વિગત
કોચ શ્રેણી: એસી ફર્સ્ટ ક્લાસ (1st AC), એસી ટૂ-ટાયર (2nd AC), એસી થ્રી-ટાયર (3rd AC), સ્લીપર અને જનરલ ક્લાસ.
ટિકિટ બુકિંગ: આ ટ્રેનનું બુકિંગ IRCTCની સત્તાવાર વેબસાઇટ તથા રેલવે તમામ PRS બુકિંગ કાઉન્ટર પરથી તત્કાલ અસરથી શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ બંને નવી રેલ સેવાઓથી માત્ર યાતાયાત સરળ નહીં થાય પણ આર્થિક અને ધાર્મિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે. વધુ વિગતો અને લાઈવ ટાઈમ-ટેબલ માટે મુસાફરો ભારતીય રેલવે સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

