Mari Yojana: ગુજરાત સરકારની મારી યોજનામાં (Mari Yojana) આજે વાત કરીએ 'મન ફાવે ત્યાં ફરો' યોજનાનાની. આ યોજના અંતર્ગત વ્યક્તિ એક વખત ભાડું ચૂકવીને પાસ કઢાવી શકે છે અને પછી આખા ગુજરાતમાં તેને ગમે ત્યાં ફરી શકે છે. આ યોજના 4 દિવસ અને 7 દિવસ એમ બે પ્રકારની અમલમાં છે. આ યોજના અંતર્ગત GSRTC એટલે કે એસટીની કોઈપણ બસમાં મુસાફરી કરી પોતાના પ્રવાસનો આનંદ વ્યક્તિ માણી શકશે.
હાલ રાજ્ય સરકારના વિવિધ વિભાગોની જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર સરળતાથી મળી રહે તેવા ઉદ્દેશથી 'મારી યોજના' પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની 680થી પણ વધુ યોજનાઓની માહિતી આ પોર્ટલ પર નાગરિકોને ઉપલબ્ધ થશે.
મન ફાવે ત્યાં ફરો યોજના મે 2011થી લાગુ કરવામાં આવી છે. એસટી વિભાગના કોઈપણ ડેપો પરથી તમે એક સિમ્પલ અરજી કરી આ પાસ કઢાવી શકો છો. વધુ માહિતી માટે તમે અહીં ક્લિક કરી શકો છો. (કન્ટેન્ટ સોર્સ- મારી યોજના સાઈટ)
