Mari Yojana: વિદેશ ભણવા જવું છે અને પૈસા નથી? ગુજરાત સરકારની આ યોજના વિશે જાણો

ધોરણ 12ના અભ્યાસ પછી તમે વિદેશમાં અભ્યાસ કરવા જવા ઈચ્છો છો તો આ યોજના તમારા કામની છે.

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Thu, 30 Jan 2025 06:06 PM (IST)Updated: Thu, 30 Jan 2025 06:06 PM (IST)
loan-for-study-abroad-educational-schemes-of-gujarat-government-mari-yojana

Mari Yojana : પૈસાના અભાવે વિદેશમાં ભણવાનું વિદ્યાર્થીઓનું સપનું હવે અધુરું નહીં રહે. મારી યોજના અંતર્ગત આજે ગુજરાત સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના અંગે અહીં વાત કરીશું. જેમાં આ વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશમાં એક વર્ષ કે તેથી વધુ સમયના અથવા ઓછામાં ઓછા બે સેમેસ્ટરના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો માટે રૂપિયા 15 લાખ સુધીની લોન વાર્ષિક 4 ટકાના સાદા વ્યાજે આપવામાં આવે છે. નિયમ મુજબ કોઈપણ જાતિના વિદ્યાર્થી આ યોજનાનો લાભ લઈ શકશે.

ધોરણ 12ના અભ્યાસ પછી તમે વિદેશમાં અભ્યાસ કરવા જવા ઈચ્છો છો તો આ યોજના તમારા કામની છે. આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિગત અને પરિવારની આવક મર્યાદા છ લાખની છે. એટલે કે તેનાથી ઓછી આવક ધરાવનાર કુટુંબના વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકશે.

વિદેશ અભ્યાસ લોન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • આવક અંગેનું પ્રમાણપત્ર
  • જન્મનું પ્રમાણપત્ર
  • જાતિનું પ્રમાણપત્ર
  • ધો.12ની માર્કશીટ
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • પાસપોર્ટની સ્વપ્રમાણિત નકલ
  • ફી ભર્યાની રસીદ
  • બેંક પાસબુક / રદ ચેક
  • માર્કશીટ
  • રેશન કાર્ડ
  • શાળા છોડ્યાનું પ્રમાણપ્રત્ર

આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા વિદ્યાર્થીએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અરજી https://esamajkalyan.gujarat.gov.in/index.aspx પર કરી શકશો. (માહિતી સોર્સ- મારી યોજના સાઈટ)