ચાંગોદર નજીક સ્થિત લીમેક કંપનીમાં ભીષણ આગ, આખો પ્લાન્ટ આગની લપેટમાં આવ્યો

ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગને કાબુમાં લેવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 06 Nov 2026 10:33 PM (IST)Updated: Fri, 06 Nov 2026 10:33 PM (IST)
leamak-healthcare-company-fire-entire-plant-engulfed-near-bavla-ahmedabad-road

Bavla News: અમદાવાદ જિલ્લાના ચાંગોદર નજીક બાવળા-અમદાવાદ રોડ પર આવેલી લીમેક હેલ્થકેર કંપનીમાં ભીષણ આગ લાગી છે. કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતાં કંપની પરિસર સહિત આસપાસના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતો. કંપનીનો આખો પ્લાન્ટ આગની લપેટમાં આવી જતા આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાયા હતા.

આગની ઘટના અંગે જાણ થતાં પોલીસ વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગને કાબુમાં લેવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. કંપનીમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. કંપની હાઈવે પાસે જ સ્થિત હોવાથી સ્થાનિક અને વાહનચાલકોના ટોળા પણ ઉમટી પડ્યા છે.