દક્ષિણ-પશ્ચિમ અમદાવાદ સાથે સ્વાસ્થ્ય સુવિધા વધુ સુદ્રઢ કરવા સાથે ક્રિષ્ના શેલ્બી હેલ્થ સિમ્પોઝિયમમાં 1,000થી વધુ લોકો જોડાયા

આ સિમ્પોઝિયમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને એક જ સ્થળે વિવિધ તબીબી અને સર્જિકલ વિશેષતાઓ, આધુનિક ડાયગ્નોસ્ટિક સુવિધાઓ તેમજ નિષ્ણાત તબીબોની સલાહ નજીક લાવવાનો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 05 Oct 2026 08:47 PM (IST)Updated: Mon, 05 Oct 2026 08:47 PM (IST)
krishna-shalby-health-symposium-closer-to-home-for-ghumabopal-and-shela-residents-in-southwest-ahmedabad

Krishna Shalby Hospital:દક્ષિણ-પશ્ચિમ અમદાવાદમાં ઝડપથી વધી રહેલી વસ્તી અને રહેણાંક વિસ્તારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય સેવાઓને વધુ મજબૂત અને પહોંચક્ષમ બનાવવાના હેતુથી ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ દ્વારા શેલા સ્થિત AUDA ઓડિટોરિયમ ખાતે એક વિશિષ્ટ ‘ક્રિષ્ના શેલ્બી હેલ્થ સિમ્પોઝિયમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઘુમા, બોપલ, શેલા અને આસપાસના વિસ્તારોમાંથી એક હજારથી વધુ સ્થાનિક નાગરિકોએ ભાગ લીધો હતો અને અનુભવી તબીબી નિષ્ણાતો સાથે સીધો સંવાદ કર્યો હતો.

આજકાલ દક્ષિણ-પશ્ચિમ અમદાવાદ એક મહત્વપૂર્ણ રહેણાંક હબ તરીકે ઉભરી રહ્યું છે ત્યારે ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ એક સંપૂર્ણ મલ્ટિસ્પેશિયાલિટી હેલ્થકેર સેન્ટર તરીકે સ્થાનિકોની સેવા કરી રહી છે. આ સિમ્પોઝિયમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને એક જ સ્થળે વિવિધ તબીબી અને સર્જિકલ વિશેષતાઓ, આધુનિક ડાયગ્નોસ્ટિક સુવિધાઓ તેમજ નિષ્ણાત તબીબોની સલાહ નજીક લાવવાનો છે. આ ઉપરાંત ગંભીર બીમારીઓ જેમ કે કેન્સર અને હૃદયરોગની સારવાર માટે હોસ્પિટલમાં આયુષ્માન ભારત યોજના હેઠળ પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

સિમ્પોઝિયમ દરમિયાન શેલ્બી હોસ્પિટલ્સના ફાઉન્ડર અને ડિરેક્ટર ડૉ. વિક્રમ શાહે પ્રદેશની વધતી તબીબી જરૂરિયાતો પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ અમદાવાદ આજે એક મહત્વપૂર્ણ રહેણાંક વિસ્તાર તરીકે વિકસી રહ્યું છે અને તેની સાથે અહીંની આરોગ્યસેવાની જરૂરિયાતો પણ વધી રહી છે. ક્રિષ્ના શેલ્બી ખાતે અમારો પ્રયાસ એક જ સ્થળે સંપૂર્ણ આરોગ્યસેવા ઉપલબ્ધ કરાવવાનો છે. નિષ્ણાત તબીબો, આધુનિક તબીબી ટેકનોલોજી અને વિવિધ સારવાર વિકલ્પોને એક સાથે લાવીને દર્દીઓ અને તેમના પરિવારજનોને તેમના ઘર નજીક જરૂરી સારવાર મળી રહે તે અમારો મુખ્ય ઉદ્દેશ છે.

કાર્યક્રમ દરમિયાન શેલા અને બોપલ વિસ્તારના રહેવાસીઓને પોતાના આરોગ્ય સંબંધિત પ્રશ્નો સીધા નિષ્ણાત ડૉક્ટરોને પૂછવાની તક મળી હતી. ડૉક્ટરોએ લક્ષણોની ઓળખ, સારવારના આધુનિક વિકલ્પો અને ક્યારે તબીબી સલાહ લેવી જરૂરી બને છે તે વિશે વિગતવાર માહિતી આપી હતી.