અમદાવાદ: કાંકરિયા કાર્નિવલ 2025નો ભવ્ય સમાપન દિવસ, આજે ઈશાની દવે અને કલ્પેશ ખારવા જમાવશે સંગીતની મહેફિલ

નવા વર્ષની પૂર્વ સંધ્યાએ યોજાનારા આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડે તેવી શક્યતા છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 31 Dec 2025 09:07 AM (IST)Updated: Wed 31 Dec 2025 09:08 AM (IST)
kankaria-carnival-2025-ahmedabad-day-7-celebrations-artist-details-and-shows-665111

Kankaria Carnival 2025 Ahmedabad: અમદાવાદીઓના મનપસંદ ઉત્સવ એવા 'કાંકરિયા કાર્નિવલ 2025' ના આજે અંતિમ દિવસે (31 ડિસેમ્બર, બુધવાર) મનોરંજનનો અદભૂત ડોઝ પીરસવામાં આવશે. નવા વર્ષને આવકારવા માટે તળાવની પાળે અલગ-અલગ ત્રણ સ્ટેજ પર સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

31 ડિસેમ્બરના મુખ્ય આકર્ષણો અને ટાઈમ-ટેબલ:

કાર્નિવલના ત્રણેય સ્ટેજ પર સવારથી રાત સુધી કાર્યક્રમોની હારમાળા સર્જાશે:

સ્ટેજ 1: પુષ્પ કુંજ

  • બપોરે 3 થી 5: મોટીવેશનલ ટોક
  • સાંજે 5 થી 6: સાયકલ સ્ટન્ટ
  • સાંજે 6 થી 7: ડાન્સ પર્ફોમન્સ
  • રાત્રે 7 થી 10: પ્રખ્યાત ગાયિકા ઈશાની દવે દ્વારા સંગીત પર્ફોમન્સ

સ્ટેજ 2: બાલવાટિકા

  • સાંજે 5 થી 6: ક્લાસિકલ નૃત્ય
  • સાંજે 6 થી 7: સંગીત સમ્રાટ
  • રાત્રે 7 થી 8: હ્યુમન પાયરો શો
  • રાત્રે 8 થી 10: ડી જે નાઈટ

સ્ટેજ 3: વ્યાયામ વિદ્યાલય

  • સવારે 8 થી 9: આર્ટ એન્ડ ક્રાફ્ટ શો
  • સાંજે 5 થી 6: કેરવાનો વેશ પર્ફોમન્સ
  • રાત્રે 7 થી 8: લાઈવ બેન્ડ
  • રાત્રે 8 થી 10: કલ્પેશ ખારવા દ્વારા સિંગિંગ પર્ફોમન્સ

નવા વર્ષની પૂર્વ સંધ્યાએ યોજાનારા આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડે તેવી શક્યતા છે. તંત્ર દ્વારા ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને ટ્રાફિકની પણ ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે.