Kankaria Carnival 2025: આજે સોમવારે સાંસ્કૃતિક કાર્યક્રમો અને રોક બેન્ડની જામશે રમઝટ; જાણો આજનું સંપૂર્ણ ટાઈમ ટેબલ

અમદાવાદીઓ માટે નવા વર્ષના આ સપ્તાહમાં કાંકરિયા કાર્નિવલ એક શ્રેષ્ઠ પિકનિક સ્પોટ બની રહેશે. ભીડને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Mon 29 Dec 2025 09:13 AM (IST)Updated: Mon 29 Dec 2025 09:13 AM (IST)
kankaria-carnival-2025-ahmedabad-day-5-celebrations-artist-details-and-shows-663873

Kankaria Carnival 2025 Ahmedabad: અમદાવાદના શાન સમાન કાંકરિયા કાર્નિવલ 2025નો પ્રારંભ થઈ ચૂક્યો છે. આજે 29 ડિસેમ્બર, સોમવારના રોજ કાર્નિવલમાં વિવિધ ત્રણ સ્ટેજ પર સવારથી રાત સુધી મનોરંજક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાઈવ કોન્સર્ટ, કોમેડી શો અને વર્કશોપ આકર્ષણનું કેન્દ્ર રહેશે.

સ્ટેજ મુજબના કાર્યક્રમોની વિગત:

સ્ટેજ 1: પુષ્પ કુંજ

  • સાંજે 6 થી 9: સ્ટેન્ડ અપ કોમેડી (લવારી શો) દ્વારા હાસ્યની છોળો ઉડશે.
  • સાંજે 9 થી 10: વિવિધ ડાન્સ પરફોર્મન્સનું આયોજન.

સ્ટેજ 2: બાલવાટિકા

  • સવારે 9 થી 11: જલ તરંગ અને સંતુર વાદન દ્વારા સંગીતમય સવાર.
  • બપોરે 4 થી 6: વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ.
  • રાત્રે 7 થી 10: મયુર સોની દ્વારા રોક બેન્ડ પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે.

સ્ટેજ 3: વ્યાયામ વિદ્યાલય

  • સવારે 8 થી 9: જ્વેલરી મેકિંગ વર્કશોપ.
  • બપોરે 2 થી 4: ફેબ્રિક પેઈન્ટિંગ અને સોશિયલ મીડિયા વર્કશોપ.
  • બપોરે 4 થી 5: પેટ ફેશન શો (પ્રાણીઓ માટેનો શો).
  • સાંજે 5 થી 7: ડાન્સ અને ફોક ડાન્સ (લોકનૃત્ય) પરફોર્મન્સ.
  • રાત્રે 8 થી 10: કેતન પટેલનો લાઈવ કોન્સર્ટ યોજાશે.