Kankaria Carnival 2025 Ahmedabad: અમદાવાદના આંગણે યોજાઈ રહેલા 'કાંકરિયા કાર્નિવલ 2025'માં આજે રવિવાર, 28 ડિસેમ્બરના રોજ મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ભરમાર જોવા મળશે. કાર્નિવલના વિવિધ સ્ટેજ પર સવારથી રાત સુધી અલગ-અલગ કલાકારો પોતાની કલા રજૂ કરશે. આજનું મુખ્ય આકર્ષણ લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારીનો કાર્યક્રમ રહેશે.
"Amdavad Kankaria Carnival 2025 by AMC under Amdavad festival, schedule for 28th December 2025. Enjoy a day full of cultural performances, workshops and live shows across all stages at Kankaria. Entry is free for all. Visit with family and friends and celebrate together.
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) December 27, 2025
Follow… pic.twitter.com/62SQbWoI5H
સ્ટેજ 1: પુષ્પ કુંજ
આ સ્ટેજ પર સાંજના સમયે સાંસ્કૃતિક અને સંગીતના કાર્યક્રમોની રમઝટ બોલશે:
- સાંજે 5 થી 6: તલવાર રાસ.
- સાંજે 6 થી 7: ડાન્સ પરફોર્મન્સ.
- રાત્રે 7 થી 10: ગુજરાતી સંગીત (લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી દ્વારા).
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) December 27, 2025
સ્ટેજ 2: બાલવાટિકા
બાળકો અને સંગીતપ્રેમીઓ માટે આ સ્ટેજ પર વિવિધ પ્રસ્તુતિઓ યોજાશે:
- બપોરે 4 થી 5: જૂના ગીતોનો કાર્યક્રમ.
- સાંજે 5 થી 6: માઉથ ઓર્ગન વાદન.
- રાત્રે 7 થી 10: ગીતોનો કાર્યક્રમ (નીરજ ગજજર દ્વારા).
સ્ટેજ 3: વ્યાયામ વિદ્યાલય
વહેલી સવારથી જ આ સ્ટેજ પર વિવિધ પ્રવૃત્તિઓનો ધમધમાટ શરૂ થશે:
- સવારે 7 થી 8: ડ્રમ સર્કલ.
- સવારે 8 થી 9: ડાયટ વર્કશોપ.
- બપોરે 3 થી 4: ડ્રમ સર્કલ.
- સાંજે 5 થી 6: મણિયારો ડાન્સ.
- સાંજે 6 થી 7: સ્ટેજ સેટઅપ.
- રાત્રે 7 થી 10: લાઈવ કોન્સર્ટ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ ફેસ્ટિવલ અંતર્ગત આયોજિત કાંકરિયા કાર્નિવલ 2025 આગામી તારીખ 25 મી થી 31મી ડિસેમ્બર દરમિયાન યોજાશે .આ કાર્નિવલમાં તારીખ 28 ડિસેમ્બરે જાણીતા કલાકાર અક્ષય તમયચે અને મિતાલી નાગનું રોક બેન્ડ પર્ફોર્મન્સ યોજાશે. આ કાર્યક્રમ કાંકરિયા લેક… pic.twitter.com/KSEnL2W8ez
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) December 27, 2025
