Kankaria Carnival 2025 Ahmedabad: અમદાવાદના શાન સમાન કાંકરિયા કાર્નિવલ 2025માં આજે શનિવાર હોવાથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડવાની શક્યતા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુલાકાતીઓના મનોરંજન માટે ત્રણ અલગ-અલગ સ્ટેજ પર સવારથી રાત સુધી સાંસ્કૃતિક અને મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
"Amdavad Kankaria Carnival 2025 by AMC under Amdavad festival, schedule for 27th December 2025. Enjoy a day full of cultural performances, workshops and live shows across all stages at Kankaria. Entry is free for all. Visit with family and friends and celebrate together. pic.twitter.com/UGMYgKMpBt
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) December 26, 2025
સ્ટેજ 1: પુષ્પકુંજ, કાંકરિયા
- આ સ્ટેજ પર સાંજના સમયે સંગીત અને નૃત્યની રમઝટ જોવા મળશે:
- સાંજે 5 થી 6: પોલીસ બેન્ડ દ્વારા શાનદાર પરફોર્મન્સ આપવામાં આવશે.
- સાંજે 6 થી 7: નિર્મિતી નૃત્ય એકેડમી (નૈયા શાહ) દ્વારા નૃત્ય પ્રસ્તુતિ કરવામાં આવશે.
- રાત્રે 7 થી 10: જાણીતા ગાયક પાર્થ ઓઝાનો લાઈવ કોન્સર્ટ યોજાશે, જે આજના દિવસનું મુખ્ય આકર્ષણ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ ફેસ્ટિવલ અંતર્ગત આયોજિત કાંકરિયા કાર્નિવલ 2025 આગામી તારીખ 25 મી થી 31મી ડિસેમ્બર દરમિયાન યોજાશે .આ કાર્નિવલમાં તારીખ 27 ડિસેમ્બરે જાણીતા કલાકાર પાર્થ ઓઝાની લાઈવ મ્યુઝીકલ કોન્સર્ટ યોજાશે. આ કાર્યક્રમ કાંકરિયા લેક ફ્રન્ટના ગેટ નં.1,… pic.twitter.com/6HYJ8Q4uI4
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) December 25, 2025
સ્ટેજ 2: બાલવાટિકા
બાળકો અને વડીલો માટે આ સ્ટેજ પર વિશેષ કાર્યક્રમો છે:
- બપોરે 3 થી 4: સિનીયર સીટીઝન બેન્ડ પરફોર્મન્સ.
- બપોરે 4 થી 6: બાળકો માટે આકર્ષક મેજીક શો યોજાશે.
- સાંજે 6 થી 7: સ્ટેજ સેટઅપની કામગીરી.
- રાત્રે 7 થી 10: બોમ્બે સર્કસ દ્વારા ખાસ 'ક્લાઉન ફેસ્ટિવલ'નું આયોજન કરવામાં આવ્યું છે.
સ્ટેજ 3: વ્યાયામ વિદ્યાલય
વર્કશોપ અને સંગીત પ્રેમીઓ માટે આ સ્ટેજ આદર્શ છે:
- સવારે 8 થી 9: ઓરેગામી ક્રાફ્ટ વર્કશોપ.
- બપોરે 2 થી 3: બહેનો માટે મહેંદી વર્કશોપ.
- સાંજે 5 થી 7: વિવિધ કલ્ચરલ પરફોર્મન્સની પ્રસ્તુતિ.
- રાત્રે 8 થી 10: શિવાની દેસાઈની મ્યુઝિકલ નાઈટ યોજાશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ ફેસ્ટિવલ અંતર્ગત આયોજિત કાંકરિયા કાર્નિવલ 2025 આગામી તારીખ 25 મી થી 31મી ડિસેમ્બર દરમિયાન યોજાશે .આ કાર્નિવલમાં તારીખ 27 ડિસેમ્બરે જાણીતા કલાકાર શિવાની દેસાઈની મ્યુઝિકલ નાઈટ યોજાશે. આ કાર્યક્રમ કાંકરિયા લેક ફ્રન્ટના ગેટ નં.3, વ્યાયામ… pic.twitter.com/lAZAKy86ZU
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) December 26, 2025
