વાહનચાલકો ધ્યાન આપે! કલોલ-કડી રેલખંડ વચ્ચે આવેલ રેલવે ફાટક નંબર 2બી બે દિવસ માટે રહેશે બંધ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા કલોલ-કડી રેલખંડ વચ્ચે ફાટક નંબર 2બી પર સમારકામ કામગીરીને કારણે 6 અને 7 ઓક્ટોબરે વાહનવ્યવહાર બંધ રહેશે. વૈકલ્પિક માર્ગની વિગતો જાણો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 05 Oct 2026 09:42 PM (IST)Updated: Mon, 05 Oct 2026 09:42 PM (IST)
kalolkadi-railway-gate-2b-closed-for-2-days-check-diversions
(AI Image)

Railway Gate Closed: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ અંતર્ગત આવતા કલોલ-કડી રેલખંડ પર વાહનચાલકો અને મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રેલવે ટ્રેક અને રોડ સરફેસને વધુ સુરક્ષિત અને સરળ બનાવવા માટે હાથ ધરવામાં આવનાર સમારકામ કામગીરીને કારણે આ રૂટ પરનું એક રેલવે ફાટક આગામી બે દિવસ માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.

રેલવે ફાટક બંધ રહેવાની વિગતો અને સમયગાળો

પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, કલોલ-કડી રેલખંડ વચ્ચે આવેલ રેલવે ફાટક નંબર 2બી (કિમી 02/01-02) પર રબરાઇઝ્ડ રોડ સરફેસ (સમારકામ) નું મહત્વનું કામ હાથ ધરવામાં આવનાર છે.

બંધ રહેવાનો સમય: તારીખ 06.10.2026ના રોજ સવારે 08:00 વાગ્યાથી શરૂ કરીને તારીખ 07.10.2026ના રોજ રાત્રે 20:00 વાગ્યા સુધી (કુલ બે દિવસ) આ ફાટક વાહનવ્યવહાર માટે બંધ રહેશે.

વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગ

આ સમયગાળા દરમિયાન મુસાફરો કે વાહનચાલકોને કોઈ અગવડ ન પડે અને ટ્રાફિકજામની સમસ્યા સર્જાય નહીં, તે માટે તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.

જે વાહનચાલકો કે મુસાફરો આ વિસ્તારમાંથી પસાર થવાના હોય તેઓ નીચે મુજબના વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરી શકશે:

  • રોડ ઓવર બ્રિજ (LC-230)

  • ઓલા ચોકડી – છત્રાલ ગાંધીનગર હાઈવે

  • કલોલ – માણસા હાઈવે કલોલ શહેરથી અવરજવર કરી શકાશે.

રેલવે તંત્ર દ્વારા સંબંધિત રસ્તાના ઉપયોગકર્તાઓને આ સમયગાળા દરમિયાન અસુવિધાથી બચવા માટે ઉપરોક્ત વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.