Bharat Gaurav Deluxe: ભારતીય રેલવેએ ભારત ગૌરવ ડિલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેન થકી વાઈબ્રન્ટ ગુજરાતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતને પ્રદર્શિત કરવા માટે એક ખાસ યાત્રા ગરવી ગુજરાતની શરૂઆત કરી છે. IRCTC દ્વારા સંચાલિત આ વિશેષ પ્રવાસન ટ્રેન 28 ફેબ્રુઆરીથી દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી 8 દિવસની યાત્રાની શરૂઆત કરશે. પ્રવાસીઓની સુવિધા માટે ગુરુગ્રામ, રેવાડી, રીંગસ, ફુલેરા અને અજમેર રેલવે સ્ટેશન પર બોર્ડિંગ અને ડીબોર્ડિંગની સુવિધા આપવામાં આવી છે.
આ વિશેષ પર્યટનના આ પેકેજને સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર આધારિત એક ભારત શ્રેષ્ઠ ભારતની ભારત સરકારની યોજના અનુરુપ ડિઝાઇન કરવામાં આવી છે. આ પર્યટન ટ્રેનના પેકેજનું પહેલું ડેસ્ટિનેશન કેવડિયા રાખવામાં આવ્યું છે. જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આકર્ષણનું કેન્દ્ર રહેશે. 8 દિવસની યાત્રા દરમિયાન આ ટ્રેન 3500 કિ.મી.નું અંતર કાપશે.
વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા-સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચંપાનેર પુરાતાત્વિક પાર્ક, અડાલજની વાવ, અક્ષરધામ મંદિર, સાબરમતી આશ્રમ, મોઢેરા સૂર્ય મંદિર અને પાટણની રાણી કી વાવને આ ટ્રેના ટૂર પેકેજમાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરંત સોમનાન જ્યોતિર્લિંગ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારકાધિશ મંદિર અને બેટ દ્વારકાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કેવડિયા અને અમદાવાદમાં નાઇટ હોલ્ટ કરવામાં આવશે.
https://twitter.com/InfoGujarat/status/1622119235504975872
ડિલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેનમાં ખાવા-પીવા માટે બે શ્રેષ્ઠ રેસ્ટોરાં, એક આધુનિક કિચન, કોચમાં શૉવર ક્યુબિકલ્સ, વોશરૂમમાં સેન્સર આધારિત કાર્યપ્રણાલી, ફૂટ મસાજર સહિતની સુવિધાઓ આપવામાં આવી છે. સંપૂર્ણ એસી ટ્રેનમાં ફર્સ્ટ એસી અને સેકન્ડ એસી કોચ સામેલ કરવામાં આવ્યા છે. આ ટ્રેનના પ્રત્યેક કોચ માટ સીસીટીવી કેમેરા અને સુરક્ષા કર્મીઓ સહિતની સુવિધા આપવામાં આવી છે. આખી ટ્રેનમાં ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે.
ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેનની યાત્રા માટે એસી 2 ટિયર માટે પ્રતિ વ્યક્તિ 52250 રૂ.થી શરૂ થઇને એસી 1(કેબિન) માટે પ્રતિ વ્યક્તિ 67140 રૂ. અને એસી 1(કૂપે) માટે પ્રતિ વ્યક્તિ 77400 રૂપિયા સુધીની કિંમત છે. IRCTC ટૂરિસ્ટ ટ્રેન 8 દિવસનું સંપૂર્ણ યાત્રા પેકેજ હશે અને ટ્રેનની યાત્રા, એસી હોટલમાં રોકાણ, ભોજન, સ્થળાંતરણ, બસમાં દર્શનીય સ્થળોની યાત્રા, યાત્રા વીમા અને ગાઇડની સેવાઓ વગેરે સામેલ છે.