Indian Railways: 1 જાન્યુઆરીથી 167 ટ્રેનોના સમયમાં ફેરફાર, 110 ટ્રેનો હવે વહેલી પહોંચશે

અમદાવાદ વિભાગને લાગુ પડતી 85 ટ્રેનની સ્પીડમાં વધારો કરવામાં આવ્યો હોવાથી, આગામી ગુરુવાર એટલે કે 1 જાન્યુઆરીથી કુલ 167 ટ્રેનોના સમયપત્રકમાં 5 થી લઈને 45 મિનિટ સુધીનો ફેરફાર થશે.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Wed 31 Dec 2025 09:55 AM (IST)Updated: Wed 31 Dec 2025 09:55 AM (IST)
indian-railways-schedule-update-timings-of-167-trains-changed-from-jan-1-665106

Indian Railways Schedule Update: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરતા ટ્રેનોની ગતિ વધારવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ વિભાગને લાગુ પડતી 85 ટ્રેનની સ્પીડમાં વધારો કરવામાં આવ્યો હોવાથી, આગામી ગુરુવાર એટલે કે 1 જાન્યુઆરીથી કુલ 167 ટ્રેનોના સમયપત્રકમાં 5 થી લઈને 45 મિનિટ સુધીનો ફેરફાર થશે.

મુસાફરીના સમયમાં ઘટાડો: 110 ટ્રેન વહેલી અને 57 મોડી પડશે

રેલવે વિભાગના નવા સમયપત્રક મુજબ, સ્પીડ વધવાને કારણે વિવિધ સ્ટેશનો પર 110 જેટલી ટ્રેન પોતાના નિર્ધારિત સમય કરતા 5 થી 40 મિનિટ વહેલી પહોંચશે. બીજી તરફ, 57 ટ્રેન પોતાના હાલના સમય કરતા 5 થી 45 મિનિટ મોડી દોડશે. રેલવે વિભાગે દાવો કર્યો છે કે આ ફેરફારને કારણે અમદાવાદ વિભાગની 23 ટ્રેનોની મુસાફરીના કુલ સમયમાં 5 થી 40 મિનિટનો ઘટાડો થશે, જેનાથી મુસાફરોનો કિંમતી સમય બચશે.

કયા સ્ટેશનો પર અસર થશે?

આ સમય ફેરફારની અસર અમદાવાદના કાલુપુર મુખ્ય રેલવે સ્ટેશન ઉપરાંત સાબરમતી, મહેસાણા, પાલનપુર, પાટણ, ભીલડી, ઊંઝા, સિદ્ધપુર, ગાંધીનગર, કલોલ, વિરમગામ, ગાંધીધામ, હિંમતનગર, હળવદ, ધ્રાંગધ્રા, સામખિયાળી અને ભુજ સહિતના સ્ટેશનો પર થશે. ટ્રેનના સમય અંગેની વિગતો રેલવેની વેબસાઈટ પર તેમજ પૂછપરછ માટેના 139 નંબર પરથી મુસાફરો મેળવી શકશે.

કઈ ટ્રેનની સ્પીડ કેટલી વધી?

પશ્ચિમ રેલવેએ કુલ 89 ટ્રેનની ગતિમાં 5 કિમીથી લઈને 66 કિમી પ્રતિ કલાક સુધીનો વધારો કર્યો છે. જેમાં મુખ્યત્વે નીચે મુજબની ટ્રેનોનો સમાવેશ થાય છે:

  • બાન્દ્રા ટર્મિનસ - દિલ્હી સરાય રોહિલ્લા: 66 કિમી/કલાકનો વધારો
  • અજમેર - દાદર: 42 કિમી/કલાકનો વધારો
  • જેસલમેર - બાન્દ્રા ટર્મિનસ: 40 કિમી/કલાકનો વધારો
  • ભગત કી કોઠી - બાન્દ્રા ટર્મિનસ: 40 કિમી/કલાકનો વધારો
  • બિકાનેર - દાદર: 35 કિમી/કલાકનો વધારો
  • દાદર - ભગત કી કોઠી: 30 કિમી/કલાકનો વધારો
  • ઓખા - જયપુર: 30 કિમી/કલાકનો વધારો

અમદાવાદ વિભાગની મહત્વની ટ્રેનોના સમયમાં ફેરફાર

હાલના સમયથી વહેલા ઉપડશે

હાલના સમય કરતાં મોડી ઉપડશે

ટ્રેન નંબરટ્રેનનું નામજુનો સમયનવો સમય
12932અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસ5:505:45
22962અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ6:106:04
19316અસારવા-ઈન્દોર વીર ભૂમિ એક્સપ્રેસ14:2514:10
12982અસારવા-જયપુર એક્સપ્રેસ20:0019:55
69249સાબરમતી-કટોસણ રોડ મેમુ6:456:30
79435સાબરમતી-પાટણ ડેમુ9:059:00
20492સાબરમતી-જેસલમેર એક્સપ્રેસ22:1522:05
15270સાબરમતી-મુઝફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ18:1018:55
79433સાબરમતી-પાટણ ડેમુ18:2018:05
69207ગાંધીનગર કેપિટલ-વારેઠા મેમુ18:0018:40
19119ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ10:2510:20
19411ગાંધીનગર કેપિટલ-દૌલકપુર ચોક એક્સપ્રેસ10:0510:00
22484ગાંધીધામ-ભગત કી કોઠી એક્સપ્રેસ21:4021:30
14894પાલનપુર-જોધપુર એક્સપ્રેસ4:354:30
82902અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ6:406:35

સ્ટેશન પર સમય કરતાં વહેલી પહોંચશે

ટ્રેન નંબરટ્રેનનું નામજુનો સમયનવો સમય
12957સાબરમતી - નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ19:1019:20
19415સાબરમતી - શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ20:5521:35
74842ભીલડી-જોધપુર ડેમુ14:4515:10

સ્ટેશન પર સમય કરતાં મોડી પહોંચશે

ટ્રેન નંબરટ્રેનનું નામ (સ્ટેશન)જુનો સમયનવો સમય
12901દાદર - અમદાવાદ ગુજરાત મેલ એક્સપ્રેસ (અમદાવાદ)5:505:40
19315ઈન્દોર - અસારવા વીરભૂમિ એક્સપ્રેસ (અસારવા)10:4010:15
69249સાબરમતી – કટોસણ રોડ મેમુ (કટોસણ)8:057:45
69207ગાંધીનગર કેપિટલ - વારેઠા મેમુ (ગાંધીનગર)20:4020:30

નોંધ: ટ્રેનનો સમય તેના પ્રથમ સ્ટેશન પરથી અને 24 કલાકની ગણતરી અનુસારનો છે.

ટ્રેન નંબરટ્રેનનું નામ (સ્ટેશન)જુનો સમયનવો સમય
15269મુઝફ્ફરપુર - સાબરમતી જનસાધરણ એક્સપ્રેસ6:457:25
20969વલસાડ-વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ13:0013:10