લોકલ ડેસ્કઃ સુપ્રીમકોર્ટે એક સુઓમોટો રિટ પિટિશનમાં જાહેર કરેલાં બહુ મહ્ત્વના નિર્દેશોની કડક અમલવારી માટે ગુજરાત હાઇકોર્ટે એક પરિપત્ર જાહેર કરી હાઇકોર્ટ સહિત રાજયની તમામ નીચલી કોર્ટોને તેની જાણ કરી છે. જે મુજબ, હવેથી કોઇપણ આરોપી કે કેદીને રાજયની જે કોઇ જેલમાં રાખવામાં આવ્યો હોય તે બાબતની ફરજિયાતપણે જામીન અરજીમાં જાણ કરવાની રહેશે (ઉલ્લેખ કરવાનો રહેશે). હવેથી હાઇકોર્ટના IT સેલ દ્વારા ઇમેલ માય કેસ સ્ટેટ્સ(ઇએમસીએસ) મારફતે અપડેશન પણ કરવામાં આવશે. જેના થકી જેલ ઓથોરીટી તાજા હુકમ કે સ્થિતિથી વાકેફ થશે અને જેલના કેદીઓને પણ તેની જાણકારી મળી રહેશે.
ગુજરાત હાઇકોર્ટે જાહેર કરેલા આ પરિપત્રની સૂચનાઓની અમલવારી આજે તા.1 એપ્રિલ,2023થી જ કરી દેવાની સ્પષ્ટ તાકીદ પણ કરવામાં આવી છે. હાઇકોર્ટના પરિપત્રમાં તમામ મેજિસ્ટેરીયલ, સેશન્સ સહિતની રાજયની તમામ કોર્ટોને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે, હવેથી કોઇપણ આરોપી કે કેદીની જામીન અરજીમાં આરોપી-કેદીને કઇ જગ્યાએ કઇ જેલમાં પૂરવામાં આવ્યો છે તેની ફરજિયાપણે જાણ કરવાની રહેશે. વકીલોએ આ અંગે જામીન અરજીમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે. ગુજરાત હાઇકોર્ટની અદાલતોના પણ આરોપી તેમ જ જિલ્લા-તાલુકા સેન્ટ્રલ ફાઇલીંગ સેન્ટરમાં કે કેદી કઇ જેલમાં છે તેનું અપડેશન રહેશે.
અરજીનો નંબર પડે ત્યારે સીઆરએમએ- જે લખી નોંધણી કરવાની રહેશે. ગુજરાત હાઇકોર્ટના આઇટી સેલ જામીન અરજીમાં જે પણ હુકમો થશે તે ઇએમસીએસ પધ્ધતિ દ્વારા જેલ ઓથોરીટીને મોકલવામાં આવશે અને જેલ ઓથોરીટી આરોપી કે કેદીને પણ તેની જાણ કરી શકશે. ઇમેલ માય કેસ સ્ટેટ્સ સેવા મારફતે આરોપીને જેલમાં હુકમની નકલ પણ પ્રાપ્ત થશે.
આ જ પ્રકારે જામીન અરજીમાં અંતિમ હુકમની કોપી એટલે કે, ઇ-રિટની કોપી હવે તમામ જિલ્લાઓમાં સંબંધિત સત્તાવાળાઓને મોકલવામાં આવશે. તેની કોપી વકીલોને પણ પૂરી પાડવામાં આવશે.
હાઇકોર્ટના નિર્દેશોના કારણે શું ફાયદો થશે
હાઇકોર્ટના આ પરિપત્રની અમલવારીથી શું ફાયદો થશે તે અંગે પૂછતાં હાઇકોર્ટના સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામી અને ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતુ કે, કોઇપણ જામીન એકની ધર અરજી(ફોજદારી પરચૂરણ અરજી) દાખલ થાય તો તરત ખબર પડી જશે કે આરોપી રાજયમાં કયા સ્થળે કઇ જેલમાં છે. જેલમાં આરોપીને હુકમોની નકલ મળશે. કેસને લગતી તમામ હકીકતો ઇ-કોર્ટની વેબસાઇટ પરથી જાણી શકાશે. રાત્રીના સમયે ક દરેક જિલ્લામાં અમલવારી શકય બનતાં હવે રાજયભરના વકીલો-પક્ષકારો ઉપરાંત, ખાસ તો જેલના કેદીઓને મોટી રાહત થશે.