હવે WhatsApp પર મેળવો આવક અને જાતિનો દાખલો, અહીં જાણો ડાઉનલોડ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ

હવે રાજ્યના નાગરિકો આવકનો દાખલો (Income Certificate) અને જાતિનો દાખલો (Caste Certificate) માત્ર એક WhatsApp મેસેજ દ્વારા મેળવી શકાશે. અહીં જાણો સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Mon 29 Dec 2025 12:03 PM (IST)Updated: Mon 29 Dec 2025 12:03 PM (IST)
how-to-download-income-step-by-step-complete-process-663992

Download Income and Caste Certificate WhatsApp Gujarat: ગુજરાત સરકારે 'ડિજિટલ ગુજરાત મિશન' (Digital Gujarat Mission) ને વેગ આપતા નાગરિકો માટે એક ક્રાંતિકારી અને અત્યંત સુવિધાજનક સેવાની શરૂઆત કરી છે. હવે રાજ્યના નાગરિકોને આવકનો દાખલો (Income Certificate) અને જાતિનો દાખલો (Caste Certificate) મેળવવા માટે સરકારી કચેરીઓમાં લાંબી લાઈનોમાં ઊભા રહેવાની કે વારંવાર ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. આ મહત્વપૂર્ણ દસ્તાવેજો હવે માત્ર એક WhatsApp મેસેજ દ્વારા મેળવી શકાશે.

હવે વોટ્સએપ પર સરકારી સેવા

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ નવી WhatsApp આધારિત સેવા હેઠળ, નાગરિકો તેમના પ્રમાણપત્રો અને તેને લગતી વિગતો ઘરે બેઠા મેળવી શકશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરી વાંચ્છુકો અને સરકારી યોજનાઓ માટે અરજી કરતા લાભાર્થીઓ માટે આ સેવા આશીર્વાદરૂપ સાબિત થશે.

આજના સમયમાં શિષ્યવૃત્તિ, કોલેજ એડમિશન કે સરકારી ભરતી પ્રક્રિયામાં આવક અને જાતિના પ્રમાણપત્રો અનિવાર્ય હોય છે. અગાઉ આ માટે મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કે ઈ-ગ્રામ કેન્દ્ર પર જવું પડતું હતું, પરંતુ હવે મોબાઈલ ફોન દ્વારા આ કામગીરી ગણતરીની મિનિટોમાં શક્ય બનશે.

WhatsApp Service કેવી રીતે ઉપયોગ કરશો? (Step-by-Step Process)

  • સૌ પ્રથમ તમારા મોબાઈલમાં ગુજરાત સરકારનો ઓફિશિયલ વોટ્સએપ નંબર 9545756767 સેવ કરો.
  • ત્યારબાદ આ નંબર પર વોટ્સએપમાં જઈને 'Hi' લખીને મોકલો.
  • તમને ઓટો-રિપ્લાય મળશે, જેમાં વિવિધ વિકલ્પોમાંથી Income Certificate અથવા Caste Certificate પસંદ કરો.
  • તમારો આધાર લિંક કરેલો મોબાઈલ નંબર અથવા એપ્લિકેશન નંબર દાખલ કરો.
  • થોડી જ ક્ષણોમાં તમારા પ્રમાણપત્રને લગતી વિગતો તમારા વોટ્સએપ પર આવી જશે.

નોંધનીય છે કે, જો કોઈ ટેકનિકલ કારણોસર વોટ્સએપ પર માહિતી ન મળે, તો નાગરિકો Digital Gujarat પોર્ટલ પર જઈને પણ આ દસ્તાવેજો મેળવી શકે છે.

કોને થશે સૌથી વધુ ફાયદો?

  • વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ અને એડમિશન પ્રક્રિયા ઝડપી બનશે.
  • યુવાનો માટે સરકારી નોકરી માટેની અરજી પ્રક્રિયામાં સરળતા રહેશે.
  • ગ્રામીણ નાગરિકોને તાલુકા મથકે જવા-આવવાનો સમય અને ખર્ચ બચશે.
  • આ પ્રક્રિયાથી સમયનો બચાવ થશે અને વહીવટમાં પારદર્શિતા આવશે.