kanti Amrutiya: ગુજરાતી જાગરણને ચાર વર્ષ પૂર્ણ થવા પર રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયાએ પાઠવી શુભકામના

રાજ્યકક્ષાના મંત્રી કાંતિ અમૃતિયાએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, ગુજરાતી જાગરણ દ્વારા સફળતાપૂર્વક ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા બદલ આપ તથા સમગ્ર ગુજરાતી જાગરણ પરિવારને હાર્દિક અભિનંદન અને અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 02 Sep 2026 06:42 PM (IST)Updated: Wed, 02 Sep 2026 06:46 PM (IST)
gujarats-minister-of-state-kanti-amrutiya-congratulates-gujarati-jagran-on-4th-anniversary

Gujarati Jagran 4th Anniversary: દૈનિક જાગરણ સમૂહ દ્વારા વર્ષ 2022માં ગુજરાતી આવૃત્તિ ગુજરાતી જાગરણની શરૂઆત કરવામાં આવી હતી. 9 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાતી જાગરણને 4 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યાં છે. આ ચાર વર્ષના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વાંચકોના હૃદયમાં ગુજરાતી જાગરણે સ્થાન મેળવ્યું છે. ત્યારે રાજ્યકક્ષાના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કાંતિલાલ અમૃતિયા દ્વારા ગુજરાતી જાગરણને ચાર વર્ષ પૂર્ણ થવા પર શુભેચ્છાઓ પાઠવી છે.

કાંતિલાલ અમૃતિયાનો શુભેચ્છા સંદેશ

"ગુજરાતી જાગરણ દ્વારા સફળતાપૂર્વક ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ કરવા બદલ આપ તથા સમગ્ર ગુજરાતી જાગરણ પરિવારને હાર્દિક અભિનંદન અને અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું.

ગુજરાતી ભાષાની સમૃદ્ધિ, નિષ્પક્ષ પત્રકારિતા અને સમાજને ઉપયોગી માહિતી પહોંચાડવાના આપના સતત પ્રયાસો પ્રશંસનીય છે. આપની કલમ દ્વારા સમાજને સાચી દિશા અને વિશ્વસનીય સમાચાર મળતા રહે તેવી અભ્યર્થના.

આગામી દિવસોમાં પણ 'ગુજરાતી જાગરણ' આવી જ રીતે લોકપ્રિયતાના નવા પંથ કંડારે, લોકવિશ્વાસ વધુ મજબૂત બનાવે અને સફળતાની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે તેવી હાર્દિક શુભેચ્છાઓ."

ગુજરાતી જાગરણ વિશે

જાગરણ ન્યૂ મીડિયા (JNM) એ જાગરણ પ્રકાશન લિમિટેડની ડિજિટલ વિંગ છે. ગુજરાતી જાગરણ (https://www.gujaratijagran.com/) એ જાગરણ ન્યૂ મીડિયાની ગુજરાતી સમાચાર અને માહિતી સાઈટ છે. જે ગુજરાતી ભાષામાં ગુજરાત સાથે દેશ, વિદેશ, બોલીવૂડ, સ્પોર્ટ્સ, ધર્મ, હેલ્થ, રેસિપી સહિતના સમાચાર વાંચકોને પીરસી રહ્યું છે. છેલ્લા 4 વર્ષમાં ગુજરાતી જાગરણને ગુજરાતમાં બહોળો પ્રતિસાદ મળ્યો છે. તટસ્થ સમાચાર અને લોક ઉપયોગી માહિતી દરેક વાંચક સુધી પહોંચાડવાના કારણે ગુજરાતી જાગરણ લોકપ્રિય બની ગયું છે.