OPEN IN APP

Gujarat Weather Update: 27થી 29 ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની આગાહી, આવતીકાલે અમદાવાદ-મહેસાણામાં માવઠાની શક્યતા

By: Rakesh Shukla   |   Fri 26 May 2023 07:18 PM (IST)
gujarat-weather-update-today-26th-may-2023-light-rain-in-ahmedabad-136925

Gujarat Weather Update: ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં બેથી ત્રણ ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. જ્યારે 27, 28 અને 29 મેના રોજ અમદાવાદ અને મહેસાણા સહિતના અનેક શહેરોમાં વરસદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. આજના મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો રાજ્યનું સૌથી ગરમ શહેર અમદાવાદ રહ્યું છે. અમદાવાદમાં ગરમીનો પારો 43.4 ડિગ્રીએ પહોંચ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે, 27 મેના રોજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણામાં વરસાદ પડી શકે છે. 28 મેના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, વડોદરા, ભરુચ, આણંદ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ થવાની શક્યતા છે. જ્યારે 29 મેના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, વડોદરા, ભરુચ, આણંદ, સુરેન્દ્રનગર, અમરેલી અને ભાવનગરમાં વરસાદની સંભાવના છે.

આજે રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું
રાજ્યમાં આજે 4 શહેરોમાં 40 ડિગ્રી કે તેથી વધુ તાપમાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ 41.2 ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું છે. જ્યારે ભાવનગર અને ગાંધીનગરમાં 41 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો છે. જ્યારે 15 શહેરોમાં 40 ડિગ્રી કરતા ઓછું તાપમાન નોંધાયું છે. જેમાં સુરેન્દ્રનગરમાં 39.7 ડિગ્રી જ્યારે પાટણમાં 38.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

શહેર/જિલ્લોમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ41.2
ભાવનગર41
ગાંધીનગર41
અમરેલી40
સુરેન્દ્રનગર39.7
પાટણ38.4
વડોદરા38.4
રાજકોટ38
ડીસા37.9
ભુજ36.2
જૂનાગઢ36.1
કંડલા34.8
નલિયા34.6
પોરબંદર34.6
વલસાડ34.5
સુરત34.1
વેરાવળ33.6
ઓખા33.5
દ્વારકા31.6
Related Reads
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy.