Gujarat Weather Update: ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં બેથી ત્રણ ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. જ્યારે 28 અને 29 મેના રોજ વડોદરા અને રાજકોટ સહિતના અનેક શહેરોમાં વરસદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. આજના મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો રાજ્યનું સૌથી ગરમ શહેર અમદાવાદ રહ્યું છે. અમદાવાદમાં ગરમીનો પારો 43.4 ડિગ્રીએ પહોંચ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે, 28 મેના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, વડોદરા, ભરુચ, આણંદ, અમરેલી, રાજકોટ અને ભાવનગરમાં વરસાદ થવાની શક્યતા છે. જ્યારે 29 મેના રોજ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, વડોદરા, ભરુચ, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં વરસાદની સંભાવના છે.
આજે રાજ્યમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું
રાજ્યમાં આજે 8 શહેરોમાં 40 ડિગ્રી કે તેથી વધુ તાપમાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ 43.4 ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં 42 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો છે. જ્યારે 11 શહેરોમાં 40 ડિગ્રી કરતા ઓછું તાપમાન નોંધાયું છે. જેમાં વડોદરામાં 39.6 ડિગ્રી જ્યારે જૂનાગઢમાં 37.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
શહેર/જિલ્લો | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) |
અમદાવાદ | 43.4 |
ગાંધીનગર | 42 |
સુરેન્દ્રનગર | 40.8 |
પાટણ | 40.7 |
રાજકોટ | 40.7 |
અમરેલી | 40 |
ભાવનગર | 40 |
ડીસા | 40 |
વડોદરા | 39.6 |
જૂનાગઢ | 37.9 |
નલિયા | 36 |
કંડલા | 35.7 |
ભુજ | 35.6 |
પોરબંદર | 34.7 |
વલસાડ | 34.5 |
સુરત | 34 |
વેરાવળ | 34 |
ઓખા | 33.4 |
દ્વારકા | 31.5 |