Gujarat Weather Today: આગામી 3 કલાક માટે હવામાન વિભાગનું એલર્ટ, દાહોદ અને મહીસાગરમાં કમોસમી વરસાદની શક્યતા

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ગરમીનું પ્રમાણ હાલ સ્થિર રહેશે. આગામી એક સપ્તાહ સુધી તાપમાનના પારામાં કોઈ નોંધપાત્ર ઘટાડો જોવા મળશે નહીં.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 05 May 2026 06:00 AM (IST)Updated: Tue, 05 May 2026 10:15 AM (IST)
gujarat-weather-today-live-updates-05-may-2026-imd-alert-forecast-latest-news-ahmedabad-surat-rajkot-vadodara

Gujarat Weather Today Live Updates and Forecast 05 may 2026: અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે. હવામાન વિભાગ દ્વારા આજે સવારે 10 વાગ્યે જારી કરવામાં આવેલા વેધર નોટિફિકેશન અનુસાર આગામી ત્રણ કલાકમાં દાહોદ અને મહીસાગરમાં કમોસમી વરસાદની શક્યતા છે.

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન ગરમીનો પારો ઉંચો રહી શકે છે, જેમાં રાજ્યના અમુક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર, રાજસ્થાનના દક્ષિણ-પૂર્વ ભાગોમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને નીચલા સ્તરે ફૂંકાતા પશ્ચિમી પવનોને કારણે વાતાવરણ સૂકું રહેશે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નથી.

હવામાન વિભાગની શું છે આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં ગરમીનું પ્રમાણ હાલ સ્થિર રહેશે. આગામી એક સપ્તાહ સુધી તાપમાનના પારામાં કોઈ નોંધપાત્ર ઘટાડો જોવા મળશે નહીં, જેના કારણે નાગરિકોએ હજુ ગરમીનો સામનો કરવો પડશે. ખાસ કરીને બપોરના સમયે તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા છે.અમદાવાદમાં આજે નોંધાયેલું 42.4 ડિગ્રી તાપમાન સામાન્ય કરતાં 0.7 ડિગ્રી વધુ હતું. તે જ રીતે લઘુત્તમ તાપમાન પણ સામાન્યથી 1.0 ડિગ્રી વધીને 27.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આવતીકાલે શહેરનું આકાશ મુખ્યત્વે સાફ રહેશે અને મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે.

નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફના પવનો યથાવત

ઉત્તર પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઊંચાઈએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક સાયક્લોનિક સર્ક્યુલેશન તરીકે સક્રિય છે. આ સાથે જ હરિયાણાથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન સુધી 0.9 કિમીની ઊંચાઈએ એક ટ્રફ લાઈન વિસ્તરેલી છે. દક્ષિણ-પૂર્વ રાજસ્થાન પર પણ હવાનું હળવું દબાણ સર્જાયેલું જોવા મળી રહ્યું છે. પ્રદેશમાં નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે, જે ગરમીની તીવ્રતા જાળવી રાખવામાં કારણભૂત બન્યા છે.

દરિયાઈ પટ્ટી પરની સ્થિતિની વાત કરીએ તો, કોમોરિન વિસ્તારમાં મધ્યમથી તીવ્ર વાદળોનું પ્રમાણ જોવા મળ્યું છે. દક્ષિણ અરબી સમુદ્રના દક્ષિણ ભાગમાં તેમજ માલદીવ વિસ્તારમાં મધ્યમ સ્તરનું ક્લાઉડ કવર રચાયું છે. લક્ષદ્વીપ ટાપુઓ પર પણ છૂટાછવાયા હળવા વાદળોની હાજરી નોંધાઈ છે.

ગઇકાલે કયા શહેરમાં કેટલું રહ્યું તાપમાન

શહેર મહત્તમ તાપમાન લઘુત્તમ તાપમાન
સુરેન્દ્રનગર 42.5 26
અમદાવાદ 42.4 27
ગાંધીનગર 41.8 27
રાજકોટ 41.5 25.7
વી.વી. નગર 41.3 26.6
વડોદરા 40 28.6
ડીસા 39.8 25
ભાવનગર 39.4 25.4
ભુજ 38 25.8
કંડલા પોર્ટ 37 27
કેશોદ 36.6 26.4
નલિયા 35.2 26
પોરબંદર 35.2 27.2
ઓખા 33.8 26.2
મહુવા 33.4 26.1
વેરાવળ 33.3 28.7
સુરત 33.2 28.4
દ્વારકા 31.9 27.6
અમરેલી — 24.6