Gujarat Weather: ગુજરાતમાં ઠંડીમાં આગામી 48 કલાકમાં વધારો થઇ શકે છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં લઘુત્તમ પારો ગગડશે અને ઠંડીનું જોર વધશે. આજે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 34.3 ડિગ્રી રાજકોટમાં નોંધાયું હતું. જ્યારે રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 13.8 ડિગ્રીમાં નોંધાયું હતું. આ ઉપરાંત વડોદરામાં 14.4, મહુવામાં 14.9 અને ભાવનગરમાં 15.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગ અનુસાર, આગામી 48 કલાક દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ત્યારબાદ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો આવી શકે છે. જેના પગલે રાત્રી અને સવારે ઠંડીમાં વધારો થઇ શકે છે.
કયા શહેરમાં કેટલું નોંધાયું મહત્તમ તાપમાન
રાજ્યના મહત્તમ તાપમાનની વાત કરીએ તો રાજકોટમાં 34.3 ડિગ્રી, ભુજમાં 33.8, નલિયામાં 33, પોરબંદરમાં 32.6, ડીસામાં 31.8, વેરાવળમાં 31.6, સુરેન્દ્રનગરમાં 31.3, સુરતમાં 31.2, કંડલા પોર્ટમાં 31.1, દ્વારકામાં 31, કેશોદમાં 30.7, અમદાવાદમાં 30.5, મહુવામાં 30.2, વડોદરામાં 29.8, ગાંધીનગરમાં 29.5, વલ્લભ વિદ્યાનગરમાં 29.1, ભાવનગરમાં 28.9 અને ઓખામાં 27.9 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
કયા શહેરમાં કેટલું નોંધાયું લઘુત્તમ તાપમાન
રાજ્યમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં 13.8 ડિગ્રી, વડોદરામાં 14.4, મહુવામાં 14.9, ભાવનગરમાં 15.4, કેશોદમાં 15.5, ગાંધીનગરમાં 16, પોરબંદરમાં 16, રાજકોટમાં 16.2, ડીસામાં 16.6, વલ્લભ વિદ્યાનગરમાં 16.8, અમદાવાદમાં 17, સુરેન્દ્રનગરમાં 17.4, ભુજમાં 18, કંડલા પોર્ટમાં 18, વેરાવળમાં 18.8, સુરતમાં 19.4, દ્વારકામાં 20.4 અને ઓખામાં 20.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
