ગુજરાતમાં મતદારયાદી સુધારણા ઝુંબેશને અભૂતપૂર્વ પ્રતિસાદ, 25 ઓક્ટોબરે એક જ દિવસમાં 1.59 લાખથી વધુ ફોર્મ-6 ભરાયા

ગુજરાત ચૂંટણી પંચની વિશેષ ઝુંબેશને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ. 3 વિશેષ કેમ્પમાં કુલ 3.41 લાખથી વધુ ફોર્મ-6 ભરાયા. 18-19 વર્ષના યુવા મતદારોમાં ભારે ઉત્સાહ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Tue, 27 Oct 2026 08:58 PM (IST)Updated: Tue, 27 Oct 2026 08:58 PM (IST)
gujarat-voter-list-updation-1-lakh-59-thousand-forms-on-oct-25

Voter List Updation Gujarat: ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર અને ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી સંદીપ સાગળેના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં મતદારયાદીની સતત સુધારણા (Continuous Updation) પ્રક્રિયા ચાલી રહી છે. બાકી રહી ગયેલા તથા 18-19 વર્ષના નવા પાત્ર યુવા મતદારો માટે હાથ ધરાયેલી આ વિશેષ ઝુંબેશ (Special Drive) દરમિયાન રવિવારના કેમ્પ્સમાં રાજ્યભરમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે.

ત્રણેય વિશેષ કેમ્પ્સના આંકડાકીય લેખાજોખા

કેમ્પની તારીખ ફોર્મ-6 (નવા મતદાર) 18-19 વર્ષના યુવાનો 20-29 વર્ષના યુવાનો કુલ તમામ ફોર્મ્સ
11 ઓક્ટોબર 2026 (પ્રથમ કેમ્પ) 82,605 - - 1,81,051
18 ઓક્ટોબર 2026 (બીજો કેમ્પ) 98,998 53,130 37,233 2,12,974
25 ઓક્ટોબર 2026 (ત્રીજો કેમ્પ) 1,59,712 78,939 65,113 3,40,826

નોંધ: 25 ઓક્ટોબરે યોજાયેલા ત્રીજા કેમ્પમાં વિશેષ ઝુંબેશની અભૂતપૂર્વ રસ જોવા મળ્યો હતો, જેમાં એક જ દિવસમાં વિક્રમજનક ફોર્મ્સ પ્રાપ્ત થયા હતા.

વિશેષ ઝુંબેશની મુખ્ય કામગીરી અને આયોજન

શૈક્ષણિક સંસ્થાઓમાં SVEEP જાગૃતિ

તમામ ERO અને AERO દ્વારા કોલેજો તથા શૈક્ષણિક સંસ્થાઓમાં SVEEP પ્રવૃત્તિઓ યોજીને યુવાનોમાં મતદાર જાગૃતિ માટે વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

મતદાન મથકો પર BLOની ઉપસ્થિતિ

વિશેષ કેમ્પના દિવસોમાં સવારે 10:00 થી સાંજે 05:00 કલાક સુધી બૂથ લેવલ ઓફિસર્સ (BLO) મતદાન મથકો પર હાજર રહીને નાગરિકો પાસેથી સુચારુ રીતે ફોર્મ્સ સ્વીકાર્યા હતા.

માત્ર ફોર્મ-6 ભરીને સરળતાથી નામ નોંધણી

હાલ Non-SIR સમયગાળો હોવાથી 'મતદાર નોંધણી નિયમો,1960' હેઠળ કોઈ પણ પાત્ર નાગરિક માત્ર ફોર્મ-6 ભરીને પોતાનું નામ મતદારયાદીમાં ઉમેરાવી શકે છે.

પારદર્શક કામગીરી અને સઘન મોનિટરિંગ

કામગીરી પારદર્શક રહે તે માટે સુપરવાઈઝરો તેમજ ERO અને AERO દ્વારા તમામ મતદાન મથકોનું સતત સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

મુખ્ય ચૂંટણી અધિકારીની ખાસ અપીલ

મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા રાજ્યના તમામ પાત્રતા ધરાવતા નાગરિકો અને ખાસ કરીને પ્રથમ વખત મતદાર બનતા યુવાનોને અપીલ કરવામાં આવે છે કે, આગામી સમયગાળા દરમિયાન પણ સતત સુધારણા કાર્યક્રમ અંતર્ગત પોતાનું નામ મતદારયાદીમાં અવશ્ય નોંધાવે.