વાયુ પ્રદૂષણ બની રહ્યું છે સ્ટ્રોકનું જોખમ? ગુજરાતમાં પેરાલિસિસના કેસમાં મોટો ઉછાળો, 8 મહિનામાં 10,969 ઈમરજન્સી કેસ નોંધાયા

ગુજરાતમાં બ્રેઈન સ્ટ્રોક અને પેરાલિસિસના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે. 2026ના પ્રથમ 8 મહિનામાં 10,969 ઈમરજન્સી કેસ નોંધાયા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 18 Sep 2026 10:13 AM (IST)Updated: Fri, 18 Sep 2026 10:13 AM (IST)
gujarat-stroke-paralysis-cases-air-pollution-10969-emergency-cases-8-months
AI generated image

Gujarat paralysis And Stroke Cases: રાજ્યમાં બ્રેઈન સ્ટ્રોક અને પેરાલિસિસના કેસોમાં ચિંતાજનક રીતે વધારો નોંધાયો છે.વર્ષ 2025ના પ્રથમ 8 માસમાં નોંધાયેલા 8,740 ઈમરજન્સી કેસની સરખામણીએ 2026માં આ આંકડો વધીને 10,969 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં પેરાલિસિસના ઇમરજન્સી કેસોમાં 25.50 ટકાનો ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. રોજના સરેરાશ 45 ઇમરજન્સી કેસમાંથી 23 ટકા કેટલા કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાઈ રહ્યા છે.

વાયુ પ્રદૂષણ અને સ્ટ્રોક વચ્ચે સીધો સંબંધ

નિષ્ણાંતોના મતે , હવે માત્ર ઉંમર કે અન્ય બિમારીઓ જ નહીં, પરંતુ હવાનું પ્રદૂષણ પણ પેરાલિસિસનું એક મોટું કારણ બની રહ્યુ છે. જેમાં પર્ટિકયુલેટ મેટર એ 2.5 માઈક્રોમીટરથી નાના કણો છે. આ નાના સૂક્ષ્મ કણો હવામાં ભળીને શ્વાસના માધ્યમથી સીધા ફેફસામાં ઊંડે સુધી પહોંચીને લોહીમાં ભળી જાય છે. આ કણો શરીરમાં સોજો લાવે છે અને રક્તની ધમનીઓેને નુકસાન પહોંચાડે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, પ્રદૂષિત હવામાં લાંબો સમય સુધી રહેવાથી કે ભારે પ્રદૂષણવાળા દિવસોમાં બહાર નીકળવાથી બ્રેઇન સ્ટ્રોક કે હાર્ટ અટેકનું જોખમ વધી જાય છે.

પેરાલિસિસ કે સ્ટ્રોક થવાના અન્ય મુખ્ય કારણો

પેરાલિસિસના રોગનો હવે વૃદ્ધો જ નહીં પરંતુ યુવાનો પણ ભોગ બની રહ્યા છે. સ્ટ્રોકના કેસોમાં નિરંતર વધારો પાછળ થવાનું મુખ્ય પરિબળ હાઈ બ્લડ પ્રેશર છે. અનિયંત્રિત બ્લડ પ્રેશર મગજની રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત મેદસ્વિતા, ડાયાબિટિસ અને કોલેસ્ટ્રોલ રક્તવાહિનીઓને અસર કરે છે અને સ્ટ્રોકનું જોખમ વધવાની સંભાવના વધી જાય છે. તેમજ ગુટખા અને ધૂમ્રપાનના લીધે રક્તવાહિનીઓ સાંકડી બની જાય છે.

જિલ્લો 2025 (8 મહિના) 2026 (8 મહિના) ટકાવારી વધારો
અમદાવાદ 2,382 2,470 3.69%
સુરત 940 1,085 15.43%
રાજકોટ 518 631 21.81%
ભાવનગર 481 603 25.36%
વડોદરા 563 593 5.33%
કુલ (ગુજરાત) 8,740 10,969 25.50%