દિવાળી વેકેશનમાં હોમવર્કનું ભારણ ઘટ્યું! 25 નવેમ્બર સુધી શાળાઓ રહેશે બંધ, જાણો ક્યારથી શરૂ થશે બીજું સત્ર

ગુજરાતની શાળાઓમાં 5 નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન શરૂ થયું છે. 25 નવેમ્બર સુધી રજા રહેશે. જાણો હોમવર્ક અને વેકેશનની સંપૂર્ણ વિગતો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 05 Nov 2026 09:04 AM (IST)Updated: Thu, 05 Nov 2026 09:04 AM (IST)
gujarat-school-diwali-vacation-2026-21-days-homework-second-term-date

Gujarat Diwali Vacation 2026: ગુજરાતની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક વર્ષ 2026-27નું 150 દિવસનું પ્રથમ સત્ર પૂરુ થઈ ગયું છે. આજથી રાજ્યની શાળાઓ અને કોલેજોમાં 21 દિવસના દિવાળી વેકેશનનો સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે. આગામી 25 નવેમ્બર સુધી વેકેશન રહેશે અને 25 નવેમ્બરના રોજ બીજું શૈક્ષણિક સત્રની શરુઆત કરવામાં આવશે. વેકેશન દરમિયાન બાળકોને અપાતાં હોમવર્કનું ભારણ ઓછું રાખવાની સૂચના અપાતાં છાત્રો અને વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

21 દિવસ સુધી વેકેશનનો માહોલ

અમદાવાદ શહેરની 2500 જેટલી સ્કૂલો સહિત ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2026-27નું પ્રથમ સત્ર 8 જૂનના રોજ શરુ થયું હતું. પ્રથમ શૈક્ષણિક સત્ર અંદાજે 150 દિવસ ચાલ્યા બાદ પૂર્ણ થતાં જ હવે વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકો પણ દિવાળી તહેવારોની ઉજવણીમાં મશગૂલ બની જશે. જેથી 5 નવેમ્બર 2026થી 25 નવેમ્બર 2026 સુધી 21 દિવસીય વેકેશન દરમિયાન શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.

ઓછા હોમવર્કના ભારણથી છાત્રોમાં ઉત્સાહ

દિવાળી વેકેશન દરમિયાન છાત્રોને વધારે પડતાં હોમવર્કનું ભારણ ન આપવાની નીતિને વાલીઓ તરફથી સારો આવકાર મળ્યો છે. વિદ્યાર્થીના વાલીના જણાવ્યા પ્રમાણે, શાળા તરફથી હોમવર્ક વધારે મળતું હોવાથી બાળકો તહેવારોમાં આનંદ માણી શકતાં નથી. પરંતુ આ વખતે વેકેશનમાં છાત્રોને ઓછું હોમવર્કના નિર્ણયથી તેઓ પરિવાર સાથે દિવાળીની ખરી મજા માણી શકશે.

26 નવેમ્બરથી 2 મે સુધી ચાલશે બીજું સત્ર

દિવાળી વેકેશન પૂરું થયા બાદ 26 નવેમ્બરથી શાળાઓમાં ફરી નિયમિત શૈક્ષણિક કાર્ય ધમધમતું થશે. બીજું શૈક્ષણિક સત્ર અંદાજે 124 દિવસનું રહેશે, જે 2 મે, 2027 સુધી ચાલશે. આ બીજા સત્ર દરમિયાન વિદ્યાર્થીઓનો બાકીનો અભ્યાસક્રમ પૂર્ણ કરી સત્રાંત પરીક્ષાઓ લેવાશે. ત્યારબાદ 3 મેથી 6 જૂન, 2027 સુધી ઉનાળુ વેકેશન રહેશે.