ગુજરાતમાં ચોમાસું 84.38% પૂર્ણ, છતાં ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રના 42 તાલુકામાં વરસાદની અછત, જાણો કયા તાલુકામાં કેટલા ટકા વરસાદ

ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી મેઘમહેરથી સરેરાશ વરસાદ 30.67 ઈંચ અને 84.38 ટકા થયો છે. 42 તાલુકામાં 50થી 95 ટકા વરસાદની ઘટ વચ્ચે ખેડૂતોમાં ચિંતા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 16 Sep 2026 10:14 AM (IST)Updated: Wed, 16 Sep 2026 10:14 AM (IST)
gujarat-rainfall-monsoon-84-38-percent-42-talukas-rain-deficit-farmers

Gujarat Rainfall: ગુજરાત રાજ્યમાં છેલ્લા 3 દિવસથી મેઘમહેર થતાં સીઝનનો સરેરાશ વરસાદ 27.53 ઈચથી વધીને 30.67 ઈંચે પહોંચી ગયો છે. ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છે. જેને પગલે રાજ્યના ઘણા જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વરસાદની ટકાવારીની દ્રષ્ટિએ 9 ટકા જેટલો વરસાદ નોંધાતા ગુજરાતમાં વરસાદની ટકાવારી 84.38 ટકાએ પહોંચી છે.

રાજ્યના 42 તાલુકામાં વરસાદની ઘટ

હાલ વરસાદી માહોલ હોવા છતાં રાજ્યના કુલ 42 જેટલા તાલુકાઓમાં 50 ટકાથી 95 ટકા જેટલા વરસાદની ઘટ વર્તાઈ હોવાનું સામે આવ્યું છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની ભારે અછત સર્જાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. સૌરાષ્ટ્રના ત્રણેક જિલ્લામાં હાલની સ્થિતિએ વરસાદ ન થતાં દુષ્કાળ જેવી સ્થિતિ છે. દેવ ભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર 10.54 ટકા વરસાદ નોંધાયો છે.

67 તાલુકાઓમાંથી 5 તાલુકામાં 100 ટકા વરસાદ

પોરબંદરમાં 24.76 ટકા અને જામનગરમાં 39.27 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. વરસાદ ઓછો થતાં ત્રણ જિલ્લાના ખેડૂતોએ વાવેલ પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે બીજી બાજુ કચ્છ અને ઉત્તર ગુજરાતના કુલ 67 તાલુકાઓ પૈકીના 5 તાલુકાઓમાં 100 ટકા વરસાદ થયો છે. જે ચિંતાની વાત છે. મેગા સિટી અમદાવાદમાં 92.98 ટકા સાથે જિલ્લામાં સરેરાશ 101.94 ટકા જેટલો વરસાદ ખાબક્યો છે.

વરસાદની પેટર્નમાં મોટો ફેરફાર જોવા મળ્યો

ગુજરાતમાં ઈંચની દ્રષ્ટિએ વરસાદી આંકડાની વાત કરીએ તો, નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં 120.60 ઇંચ વરસાદ થયો છે. નડિયાદ તાલુકામાં ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો, 174.52 ટકા વરસાદ પડ્યો છે. ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન વરસાદની પેટર્નમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અનરાધાર વરસાદ નોંધાયો છે. તો અમુક વિસ્તારોમાં નામ માત્રનો ગણી શકાય તેટલો જ વરસાદ નોંધાયો છે.

પશુઓના ઘાસચારાની અછત સર્જાઈ શકે

ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, જો ચાલુ વર્ષે વરસાદની અછત રહેશે તો પશુઓ માટે ઘાસચારાની મોટી તંગી સર્જાશે. પરંતુ છેલ્લા 3 દિવસમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને પગલે રાજયના મોટા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો. પરંતુ ઉત્તર ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ઝરમરિયો વરસાદ વરસ્યો હતો. સામાન્યપણે ચોમાસુ 80 ટકા વટાવે તો ચોમાસુ પાક માટે પૂરતુ ગણવામાં આવે છે. આ વખતે રાજ્યમાં વરસાદ 84.38 ટકા જેટલો જ નોંધાયો છે.

80 ટકા વરસાદ ચોમાસુ પાક માટે પૂરતું

પરંતુ એમાંય મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જ્યારે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માત્ર ઝરમર વરસાદ જ વરસ્યો હતો. સામાન્ય રીતે સરેરાશ વરસાદ ૮૦ ટકાને વટાવી જાય તો મોટાભાગે ચોમાસુ પાક માટે પૂરતો ગણવામાં આવે છે. આ વખતે અત્યાર સુધીમાં વરસાદ ૮૪.૩૮ ટકા થઈ ગયો છે. તેમ છતાં હજુ વરસાદ થાય તેવી ખેડૂતો અને લોકો આશા સેવી રહ્યા છે.