Gujarat Rain News: સવારથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, ગણદેવી-વાપીમાં દોઢ ઇંચ ખાબક્યો

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 25 Jul 2023 10:54 AM (IST)Updated: Tue, 01 Aug 2023 09:32 AM (IST)
gujarat-rain-news-live-heavy-rain-in-gandevi-kodinar-and-vansda

Gujarat Rain News: ગુજરાતમાં મૂશળધાર વરસાદ વરસ્યા બાદ ધીમે ધીમે વરસાદનું જોર ઘટી રહ્યું છે. ગઇકાલે સૌરાષ્ટ્રના ભાવનગર, રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લામાં તથા દક્ષિણ ગુજરાતમાં સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આજે સવારથી ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સવારના 10 વાગ્યા સુધીમાં 50 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગણદેવી, વાપી અને પારડીમાં દોઢ ઇંચ વરસ્યો છે.

આજે આ જિલ્લાઓમાં સવારથી મેઘ મહેર
આજે સવારથી રાજ્યના અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, ખેડા, મોરબી, નર્મદા, નવસારી, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, તાપી અને વલસાડમાં મેઘ મહેર જોવા મળી રહી છે.

સવારના 10 વાગ્યા સુધીનો વરસાદ
આજે સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 50 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગણદેવી, વાપી અને પારડીમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

સવારના 10 વાગ્યા સુધીમાં ક્યાં સૌથી વધુ વરસાદ

જિલ્લો તાલુકો વરસાદ(ઇંચમાં)
નવસારી ગણદેવી 1.6
વલસાડ વાપી 1.5
વલસાડ પારડી 1.5
નવસારી ખેરગામ 1.3
તાપી ડોલવણ 1.3
નવસારી વાંસદા 1.3
ગીર સોમનાથ કોડીનાર 1
ડાંગ વઘઇ 1
વલસાડ ધરમપુર 1

ગત 24 કલાકમાં 194 તાલુકામાં વરસાદ
ગત 24 કલાકમાં રાજ્યના 194 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં 22 તાલુકામાં 2થી 5 ઇંચ, 38 તાલુકામાં 1થી 2 ઇંચ જ્યારે 134 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ વરસ્યો હતો.

ગત 24 કલાકમાં આ તાલુકાઓમાં સૌથી વધુ વરસાદ

જિલ્લો તાલુકો વરસાદ(ઇંચમાં)
ભાવનગર ભાવનગર 4.6
રાજકોટ કોટડાસાંગાણી 3.7
જામનગર લાલપુર 3.3
અમરેલી બાબરા 3.3
રાજકોટ લોધીકા 3.2
દેવભૂમિ દ્વારકા ખંભાળિયા 3.2
કચ્છ ગાંધીધામ 3.1
સુરત સુરત શહેર 3.0
દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર 2.9
ભાવનગર શિહોર 2.8
સુરત ઉમરપાડા 2.8