Gujarat Rain Live Updates, July 19 2024: રાજકોટ જિલ્લાના વેણુ ડેમના ઉપરવાસમાં સતત પાણીની આવક ચાલુ હોવાથી પાણીનું રુલ લેવલ જાળવવા ડેમના 7 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે, આથી ડેમના હેઠવાસ વિસ્તારમાં આવેલા ઉપલેટા તાલુકાના નાગવદર, ગધેથડ, વરજાંગ જાળીયા, મેખાટીંબી અને નીલાખા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા, માલ મિલકત તથા ઢોર-ઢાંખરને ન લઈ જવા તથા સાવચેત રહેવા રાજકોટ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું છે.
By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 19 Jul 2024 10:16 AM (IST)Updated: Fri, 19 Jul 2024 12:50 PM (IST)
