LIVE BLOG

Gujarat News Live Today: પૂર્વ કચ્છ પોલીસના 96 કર્મચારીઓને બઢતી મળી, તહેવારના સમયે જ પ્રમોશન મળતાં ઉત્સાહ

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 02 Nov 2026 07:41 AM (IST)Updated: Mon 02 Nov 2026 07:48 AM (IST)
gujarat-news-live-today-breaking-news-latest-updates-2-november-2026-lb
02 Nov 2026, 07:48 AM

પૂર્વ કચ્છ પોલીસના 96 કર્મચારીઓને બઢતી મળી

દિવાળીના પર્વ ટાણે પૂર્વ કચ્છ પોલીસ વિભાગના 96 કર્મચારીઓને બઢતીની શાનદાર ભેટ મળતા તેમનામાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ નિર્ણય અંતર્ગત 56 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે અને 40 હેડ કોન્સ્ટેબલને ASI (આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર) તરીકે બઢતી આપવામાં આવી છે. બઢતી મેળવનાર આ તમામ કર્મચારીઓને સન્માનિત કરવા માટે ખાસ પાઇપિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમારે તમામ કર્મચારીઓને તેમની નવી જવાબદારીઓ માટે વિશેષ શુભેચ્છાઓ પાઠવી હતી. તહેવારના સમયે જ પ્રમોશન મળતાં પોલીસ બેડામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

02 Nov 2026, 07:47 AM

વિપક્ષ પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આકરો પ્રહાર

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ "સેવ ડેમોક્રેસી"ના નારા લગાવતા વિપક્ષી નેતાઓ પર આકરા પ્રહારો કરતા સવાલ ઉઠાવ્યો છે કે જેમને જનતાએ પોતાના મતથી હરાવ્યા છે, તેઓ હવે ક્યા મોઢે લોકતંત્ર બચાવવાની વાતો કરે છે. તેમણે જણાવ્યું કે લોકશાહીમાં જનતાનો જનાદેશ જ સર્વોપરી છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના નેતાઓ સામે ચાલી રહેલા કેસોનો ઉલ્લેખ કરતા તેમણે મમતા બેનરજી, મહેબૂબા મુફ્તી અને અભિષેક મનુ સિંઘવી જેવા નેતાઓની ચૂંટણીમાં થયેલી હાર તરફ ઈશારો કર્યો હતો. હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું કે ચૂંટણીમાં મળેલી હાર બાદ લોકશાહી બચાવવાના નામે માત્ર દેખાવ કરવામાં આવી રહ્યો છે.