LIVE BLOG

Gujarat News Today Live: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગરથી નેશનલ મોટરસાઇકલ રેલીને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર માટે ફ્લેગ ઓફ કરાવશે

ગુજરાતમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકાર દ્વારા લેવામાં આવતા મહત્વના નિર્ણયો અને મહત્વના સમાચારોથી અવગત રહેવા માટે રિફ્રેશ કરતા રહો...

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 25 Oct 2026 07:01 AM (IST)Updated: Sun 25 Oct 2026 07:09 AM (IST)
gujarat-news-live-today-26-october-2026-top-headlines-breaking-news-city-news-local-updates-lb
25 Oct 2026, 07:09 AM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ગાંધીનગરથી નેશનલ મોટરસાઇકલ રેલીને ફ્લેગ ઓફ કરાવશે

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે 31મી ઓક્ટોબરે એકતા નગર ખાતે યોજાતી 'રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ'ના ઉપલક્ષ્યમાં આ વર્ષે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા "ફાઇટ અગેઇન્સ્ટ ડ્રગ્સ" વિષય અંતર્ગત ભવ્ય ‘નેશનલ મોટરસાઇકલ રેલી’નું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હીથી નીકળેલી આ રેલી ગાંધીનગર પહોંચી છે. આજે સવારે સચિવાલય ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ રેલીને લીલી ઝંડી આપી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર તરફ આગળના પ્રયાણ માટે ફ્લેગ ઓફ કરાવશે.

25 Oct 2026, 07:09 AM

આજે અમદાવાદ શહેરના પાંચ ઝોનમાં પાણી વિતરણને અસર થશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોતરપુર વૉટર વર્ક્સને પાણી પૂરું પાડતી નર્મદા મુખ્ય નહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેડ રેગ્યુલેટર પાસે પાણીના સ્તરમાં વધઘટ થવાને કારણે આજે કોતરપુર વૉટર વર્ક્સ ખાતે પૂરતા પ્રમાણમાં રૉ-વૉટર ઉપલબ્ધ થઈ શકશે નહીં. અમદાવાદ શહેરના પાંચ ઝોનમાં પાણી વિતરણને અસર થશે. આજે, 25 ઓક્ટોબર, 2026ના રોજ શહેરના મધ્ય, પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનનાં વૉટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનો મારફતે કરવામાં આવતા પાણી વિતરણમાં ઘટાડો રહેશે.