Gujarat Municipal Election 2026 Voting Update: સાંજે 6 વાગ્યા સુધી કઇ મહાનગરપાલિકામાં કેટલું થયું મતદાન, સૌથી વધુ વાપીમાં તો સૌથી ઓછું ગાંધીધામમાં નોંધાયું

વડોદરામાં 19 વોર્ડમાં 1,208,333 (612,988 પુરુષ, 595,345 સ્ત્રી) અને રાજકોટમાં 18 વોર્ડમાં 985,952 (510,086 પુરુષ, 475,866 સ્ત્રી) મતદારો નોંધાયા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 26 Apr 2026 06:05 AM (IST)Updated: Sun, 26 Apr 2026 06:33 PM (IST)
gujarat-municipal-corporation-elections-2026-voting-live-percentage-bjp-congress-aap-election-commission-latest-news-updates

Gujarat Municipal Corporation Elections 2026 Voting Updates: ગુજરાતમાં સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણી 2026ની 15 મહાનગરપાલિકાઓ માટે આજે હાથ ધરાયેલી મતદાન પ્રક્રિયામાં નવી મનપાઓમાં સારું મતદાન જોવા મળ્યું છે. સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ કુલ 48.55 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન વાપીમાં જ્યારે સૌથી ઓછું ગાંધીધામમાં મતદાન અત્યારસુધીમાં થયું છે.

15 મહાનગરપાલિકાઓમાં કુલ 3048 ઉમેદવારો મેદાનમાં

મહાનગરપાલિકાઓની વિગતો જોઈએ તો, રાજ્યની 15 મહાનગરપાલિકાઓની કુલ 1044 બેઠકો પૈકી 43 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરિફ થયા છે. હવે બાકીની બેઠકો માટે કુલ 3048 ઉમેદવારો મેદાનમાં છે. આ લડાઈમાં ભાજપના 1002 ઉમેદવારોની સામે કોંગ્રેસના 951 અને આમ આદમી પાર્ટીના 697 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે 498 ઉમેદવારો અપક્ષ અથવા અન્ય પક્ષોના છે. અમદાવાદમાં સૌથી વધુ 653 અને સુરતમાં 483 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે.

મહાનગરપાલિકાઓની વિગતો તપાસતા માલૂમ પડે છે કે, આણંદ મહાનગરપાલિકામાં સૌથી વધુ 12 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. આ સિવાય મહેસાણામાં 5, ખેડામાં 3, સુરેન્દ્રનગરમાં 3, અમદાવાદમાં 2 અને વડોદરામાં 2 બેઠકો પર ભાજપ બિનહરીફ રહ્યું છે. કચ્છ, જામનગર, નવસારી અને વલસાડ મહાનગરપાલિકાઓમાં 1-1 બેઠક પર બિનહરીફ વિજય મળ્યો છે. સુરત મહાનગરપાલિકામાં તમામ 120 બેઠકો પર ચૂંટણી યોજાશે, જેમાં ભાજપના 120, કોંગ્રેસના 117 અને AAP ના 111 ઉમેદવારો સામસામે છે.

ગુજરાત મહાનગરપાલિકા ચૂંટણી 2026ની મતદાનની વિગતો | Voting Detail Gujarat Municipal Corporation Election 2026

મતક્ષેત્ર કુલ વોડૅ કુલ મતદાર કુલ મતદાન મતદાની ટકાવારી
વાપી 13 113096 74280 65.68
નવસારી 13 187875 112117 59.68
મોરબી 13 208470 122479 58.75
નડીયાદ 13 196163 110839 56.5
કરમસદ-આણંદ 13 198910 109861 55.23
મહેસાણા 13 173698 92338 53.16
સુરત 30 2476378 1308191 52.83
જામનગર 16 442841 221501 50.02
ભાવનગર 13 458376 216646 47.26
વડોદરા 19 1208149 567996 47.01
સુરેન્દ્રનગર 13 194359 91045 46.84
અમદાવાદ 48 3800306 1723274 45.35
રાજકોટ 18 985952 445733 45.21
પોરબંદર 13 143114 59641 41.67
ગાંધીધામ 13 215313 85796 39.85